Not Set/ ભરતી/ ગુજરાત સરકાર દ્વારા વધુ એક ભરતી રદ્દ કરવામાં આવી, જાણો પૂર્ણ વિગત…

ગુજરાત સરકાર દ્વારા ફરી એક ભરતી પ્રક્રિયામાં પોલંંપોલ સામે આવી રહી છે. સરકાર દ્વારા ફરી એકવાર શિક્ષીત બેરોજગારોની મજાક ઉડાવવા સમાન રીતે વધુ એક ભરતી રદ કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા ભરતી મામલે નિયમો બદલાતા ભરતી રદ કરવામાં આવી હોવાની વાત કહેવામાં આવી રહી છે. જી હા, પહેલેથી જ જ્યારે શિક્ષીત બેરોજગારો આંદોલન કરી રહ્યા […]

Top Stories Gujarat
recruitment cancle ભરતી/ ગુજરાત સરકાર દ્વારા વધુ એક ભરતી રદ્દ કરવામાં આવી, જાણો પૂર્ણ વિગત...

ગુજરાત સરકાર દ્વારા ફરી એક ભરતી પ્રક્રિયામાં પોલંંપોલ સામે આવી રહી છે. સરકાર દ્વારા ફરી એકવાર શિક્ષીત બેરોજગારોની મજાક ઉડાવવા સમાન રીતે વધુ એક ભરતી રદ કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા ભરતી મામલે નિયમો બદલાતા ભરતી રદ કરવામાં આવી હોવાની વાત કહેવામાં આવી રહી છે. જી હા, પહેલેથી જ જ્યારે શિક્ષીત બેરોજગારો આંદોલન કરી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે વધુ એક ભરતી રદ કરી છે.

સરકાર દ્વારાPGVCL,UGVCL,DGVCLમાં ભરતી થવાની હતી તે વિદ્યુત સહાયકની ભરતી આ વખત રદ કરવામાં આવી છે. 700થી વધુ ક્લાર્કની ભરતી રદ કરી દેવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે. સરકાર દ્વારા ભરતીની જાહેરાત આપ્યાનાં દોઢ વર્ષ બાદ ભરતી રદ કરાઈ હોવાની વિગતો સામે આવી રહી છે. કોઇ યોગ્ય કારણ વીના ભરતી રદ કરાઇ હોવાની વિદ્યાર્થીઓને મેસેજ કરી જાણ કરાઈ છે.

આપને જણાવી દઇએ કે, માહિતી અનુસાર PGVCL,UGVCL,DGVCLમાં ભરતી સરકાર દ્વારા 150 એન્જિનિયરોની ભરતી કરવામાં આવવાની હતી જે રદ કરાઈ છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવી રહ્યું છે કે, એક મહિનામાં નવું નોટિફિકેશન બહાર પાડીને નવી જાહેરાત કરાશે.

આપને તે પણ જણાવી દઇએ કે, ગાંધીનગરમાં સરકાર દ્વારા પરિક્ષા રદ્દ થવાનાં મામલે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પોતાનાં નિવેદનમાં જણાવ્યું હતું કે, પરિક્ષા રદ થઇ તે અંગે મને કોઈ માહિતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.