Not Set/ કુમારસ્વામીએ વિધાનસભામાં પાસ કર્યો બહુમત, ૧૧૭ MLAએ આપ્યું સમર્થન

બેંગલુરુ, કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ શુક્રવારે એચ ડી કુમારસ્વામીએ ગૃહમાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજૂ કર્યા બાદ તેઓએ બહુમતી હાંસલ કરી છે. ગૃહમાં કુમારસ્વામીના સમર્થનમાં ૧૧૭ ધારસભ્યોએ સમર્થન આપ્યું છે. બીજી બાજુ ભાજપના MLAએ ફ્લોર ટેસ્ટ પહેલા જ ગૃહમાંથી વોકઆઉટ કર્યું છે. Karnataka CM HD Kumaraswamy wins floor test after 117 […]

Top Stories
kumarsvami 1 કુમારસ્વામીએ વિધાનસભામાં પાસ કર્યો બહુમત, ૧૧૭ MLAએ આપ્યું સમર્થન

બેંગલુરુ,

કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ શુક્રવારે એચ ડી કુમારસ્વામીએ ગૃહમાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજૂ કર્યા બાદ તેઓએ બહુમતી હાંસલ કરી છે. ગૃહમાં કુમારસ્વામીના સમર્થનમાં ૧૧૭ ધારસભ્યોએ સમર્થન આપ્યું છે. બીજી બાજુ ભાજપના MLAએ ફ્લોર ટેસ્ટ પહેલા જ ગૃહમાંથી વોકઆઉટ કર્યું છે.

બી એસ યેદિયુરપ્પાએ કહ્યું, “જયારે સરકાર દ્વારા ખેડૂતોની લોન માફ નહીં કરવામાં આવે તો સોમવારે રાજ્યવ્યાપી પ્રદર્શન કરવામાં આવશે.

આ પહેલા ગૃહને સંબોધતા કુમારસ્વામીએ જણાવ્યું, “જનાદેશ ભાજપ માટે ન હતો.

તેઓએ વધુમાં જણાવ્યું, “ આ વખતનો જનાદેશ વર્ષ ૨૦૦૪ની જેમ જ છે. ૨૦૦૪માં પ્રથમ વાર MLA બન્યો હતો અને ગૃહની કાર્યવાહીને જોઈ હતી.

યેદિયુરપ્પા પર નિશાન સાધતા તેઓએ જણાવ્યું, “યેદિયુરપ્પાએ કહ્યું હતું કે અમે રાજ્યપાલના નિયમોનું પાલન કર્યું હતું કે, સૌથી પહેલા મોટી પાર્ટીને સરકાર બનાવવા માટે મૌકો આપવામાં આવે. પરંતુ હું ગુલામ નબી આઝાદ, સિદ્ધારમૈયા અને પરમેશ્વરને ધન્યવાદ કરવા માંગીશ.

કુમારસ્વામીએ જણાવ્યું, “ અમારા દ્વારા રાજ્યપાલને પત્ર સોપવામાં આવી ચુક્યો છે કે પાર્ટી પાસે પુરતી સંખ્યામાં MLA છે. ત્યારે રાજ્યપાલે કહ્યું, અમે જોઈશું.

રાજ્યમાં સરકાર બનાવવા અંગે તેઓએ કહ્યું, “આ મારી મુખ્યમંત્રી બનવાની ઈચ્છાને જોતા આ થયું નથી. હું આ સ્પષ્ટ કરવા માંગું છું. આ ગઠબંધનમાત્ર સત્તા હાંસલ કરવા માટે બન્યું નથી.

મહત્વનું છે કે, બુધવારે શપથગ્રહણ કર્યા પછી કુમારસ્વામીએ વિશ્વાસમતની આશા જતાવી હતી. હાલમાં વિધાનસભામાં કોંગ્રેસના 78, જેડીએસના 36 અને બસપાના એક ધારાસભ્ય  છે, આ ઉપરાંત કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનને એક કેપીજેપી MLA અને એક નિર્દલીય MLAનું પણ સમર્થન શામેલ છે.

બીજી બાજુ કર્ણાટકમાં કુમારસ્વામી સરકારને બહુમતી હાંસલ કરતા પહેલા કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને મોટી રાહત મળી છે. વિધાનસભા સ્પીકર પદ માટે ભાજપ દ્વારા ઉમેદવારનું નામ હટાવવામાં આવ્યું છે અને તેના બદલે કોંગ્રેસના રમેશ કુમારને વિધાનસભામાં સ્પીકર બનાવામાં આવ્યા છે.