Not Set/ સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રક ઘરમાં ઘુસી, પતિ,પત્ની અને બાળકનું કમકમાટી ભર્યું મોત

છોટાઉદેપુર, છોટાઉદેપુરના મંડલવા ગામે રોડની બાજુમા આવેલ ઘરમા ટ્રક ઘુસી જતાં મોટો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પતિ,પત્ની અને બાળક્નુ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ છે. તો ઘટનાના પગલે રોષે ભરાયેલા ગ્રામજનોએ હાઈવેને ચક્કાજામ કરી વાહનોમાં તોડફોડ કરી છે. દેવગઢ બારીયા હાઈવે ઉપર આજે શુક્રવારની વહેલી સવારે દેવગઢ બારીયા તરફથી આવી રહેલ ટ્રકના ડ્રાઈવરે સ્ટીયરીંગ ઉપરનો […]

Gujarat Trending
450b9d2e ef0c 4f87 8695 3975910c3dc0 સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રક ઘરમાં ઘુસી, પતિ,પત્ની અને બાળકનું કમકમાટી ભર્યું મોત

છોટાઉદેપુર,

છોટાઉદેપુરના મંડલવા ગામે રોડની બાજુમા આવેલ ઘરમા ટ્રક ઘુસી જતાં મોટો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પતિ,પત્ની અને બાળક્નુ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ છે. તો ઘટનાના પગલે રોષે ભરાયેલા ગ્રામજનોએ હાઈવેને ચક્કાજામ કરી વાહનોમાં તોડફોડ કરી છે.

289a3c2b 70f8 4597 aac9 634f607cb7ff 3 સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રક ઘરમાં ઘુસી, પતિ,પત્ની અને બાળકનું કમકમાટી ભર્યું મોત

દેવગઢ બારીયા હાઈવે ઉપર આજે શુક્રવારની વહેલી સવારે દેવગઢ બારીયા તરફથી આવી રહેલ ટ્રકના ડ્રાઈવરે સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ટ્રક મંડલવા ગામમા રોડની બાજુમા આવેલા એક આદીવાસી પરિવારના ઘરમા ઘુસી ગઈ હતી, પોતાની ઘરની ઓસરીમાં સૂઈ રહેલા આદિવાસી પરિવાર માટે કાળ બનીને આવેલી ટ્રક રોડની સાઈડમા આવેલ લાઈટના થાંભલાને તોડી એક ઘરમાં ઘૂસી ગઈ હતી. જ્યાં ઘરની ઓસરીમાં નિદ્રાધીન આદીવાસી પરિવાર કાળનો કોળીયો બન્યો હતો.

289a3c2b 70f8 4597 aac9 634f607cb7ff 2 સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રક ઘરમાં ઘુસી, પતિ,પત્ની અને બાળકનું કમકમાટી ભર્યું મોત

યુવાન દંપતી ઉપર ટ્રક્ના તોતીંગ ટાયર ચડી જતાં ઘટના સ્થળે પતિ પત્નીનું કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતુ. જયારે દોઢ વર્ષના માસુમ બાળકને દવાખાને લઈ જતાં ડોકટરે પ્રાથમિક સારવાર આપી સ્વસ્થ હોવાનુ જણાવી રજા આપી દીધી હતી પરંતુ ઘરે આવતા જ બાળક્નુ પણ મોત નીપજ્યુ હતું. આ ગોજારા અકસ્માતમાં રાઠવા દંપતી સંતોશભાઈ રાઠવા, કૈલાશબેન રાઠવા અને પુત્ર અવિનાશ રાઠવાના કરુણ મોતથી ગ્રામજ્નોમાં શોકની લાગણી વ્યાપી હતી.

289a3c2b 70f8 4597 aac9 634f607cb7ff 1 સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રક ઘરમાં ઘુસી, પતિ,પત્ની અને બાળકનું કમકમાટી ભર્યું મોત

છોટાઉદેપુર જિલ્લા માથી રાત્રી દરમિયાન કરાતા બેફામ રેતી ખનન અને બેફામ ઓવરલોડ ચાલતા વાહનો બંધ કરાવવાની માંગ સાથે ગ્રામજનોએ કરેલા ચકાજામ વખતે પોલીસ ઘટના સ્થળે હોવા છતા રસ્તો ચાલુ કરાવી શકી ન હતી.

પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ઘટના સ્થળે પહોચી પરિસ્થતીને કાબુમા લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. તેમજ અકસ્માત કરી ફરાર ટ્રક ડ્રાઈવરને ઝડપવાની પણ તજવિજ હાથ ધરી છે