gandhinagar News : સ્ટેટ મોનિયરીંગ સેલ (એસએમસી)ના અધિકારીઓ માહિતીને આધારે ગાંધીનગર જીલ્લાના અડાલજ સ્થિત એક ગોડાઉન પાસેથી શંકાસ્પદ કાર અટકાવી હતી. કારમાંથી પોલીસે દારૂના જથ્થા સાથે છ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે આરોપીઓ કાર મુકીને ફરાર થઈ ગયા હતા. પોલીસે આ સંદર્ભે પાંચ શખસો વિરૂધ્ધ ગુનો નોંધી તેમની શોધ હાથ ધરી છે.
એસએમસીના અધિકારીઓએ અડાલજના મહેસાણા અમદજાવાદ હાઈવે પરના ઉવારસદ જવાના રોડ પરના ગાયત્રી ગોડાઉન આગળથી કારમાંથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે રૂ. 1,05,300 નો વિદેશી દારૂ, કાર વગેરે મળીને કુલ રૂ. 6,05,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં પોલીસે સ્વિફ્ટ કારના ચાલક, ક્લિનર ઉપરાંત દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે.
આ પણ વાંચો:તિથલનો દરિયો કિનારો બંધ કરાયો, ઊંચા મોજા ઉછળવાની શક્યતા
આ પણ વાંચો:ગુજરાતમાં હજું લોકોએ ગરમીનો અનુભવ કરવો પડશે, સૂરજ દાદા કોપાયમાન
આ પણ વાંચો:વડોદરામાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત
આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના મતવિસ્તારમાં રોડ શો કરશે