Vadodara News: વડોદરામાં હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. બેંકમાં સિક્યોરિટી તરીકે કામ કરતો વ્યક્તિ પત્ની સાથે બાઈક પર દવા લેતા જતાં હ્રદયરોગનો હુમલો થતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતદેહને હોસ્પિટલ ખસેડાયો છે.
વડોદરામાં વધુ એક વ્યક્તિનું અકાળે મૃત્યુ થયું છે. સમામાં રહેતી વ્યક્તિ પત્ની સાથે બાઈક પર દવા લેવા જતો હતો ત્યારે રસ્તામાં છાતીનો દુ:ખાવો થતાં બાઈક પરથી યુવક ભગીરથ સિંહ પરમાર (ઉંમર 46) ઢળી પડ્યો હતો. ભગીરથ સિંહ પરમાર બેંકમાં સિક્યોરિટી તરીકે ફરજ બજાવતો હતો.
આ અંગે ફતેગંજ પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પી.એમ.ની પ્રક્રિયા પૂર્ણ થયા પછી મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. અકાળે મૃત્યુ પામતા મૃતકના પરિવારમાં શોક છવાયો છે.
આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના મતવિસ્તારમાં રોડ શો કરશે
આ પણ વાંચો:સુરતના ડીંડોલીમાં યુવકની કરપીણ હત્યા, તપાસનો ધમધમાટ શરૂ
આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે આ ઉમેદવારોએ વિજયમુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી