ભારતીય કિસાન સંઘ/ BJPની ભગિની સંસ્થા કિસાન સંઘનો સરકાર સામે મોરચો, નિરાકરણ નહીં આવતા ગાંધીનગર બંધનું આપ્યું એલાન

ગાંધીનગર ખાતે છેલ્લા 11 દિવસથી કિસાનો પોતાની માંગણીઓ લઈને આંદોલન ચલાવી રહ્યા છે. પરંતુ સરકાર તરફથી કોઈ પ્રતિસાદ નહીં મળતા તેમણે આજરોજ ગાંધીનગર બંધનું એલાન આપ્યું છે. 

Top Stories Gujarat Others
g2 BJPની ભગિની સંસ્થા કિસાન સંઘનો સરકાર સામે મોરચો, નિરાકરણ નહીં આવતા ગાંધીનગર બંધનું આપ્યું એલાન
  • ભારતીય કિસાન સંધનું બંધનું એલાન
  • ભારતીય કિસાન સંઘના આંદોલનનો આજે 12મો દિવસ
  • આજે ખેડૂતોએ આપ્યું ગાંધીનગર બંધનું એલાન
  • સેકટર -26નું ડીમાર્ટ મોલ ખેડૂતોએ કરાવ્યો બંધ

ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘના આંદોલનનો આજે 12 દિવસ ચાલી રહ્યો છે.  ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા એવી ભારતીય કિસાન સંઘ દ્વારા છેલ્લા કેટલાય મહિનાઓથી રાજ્ય સરકાર સમક્ષ પોતાની માંગણીઓ માટે રજુઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ નિરાકરણ ના આવતા 25 ઓગસ્ટથી ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે. રોજ અલગ-અલગ કાર્યક્રમ આપી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.

h5 5 BJPની ભગિની સંસ્થા કિસાન સંઘનો સરકાર સામે મોરચો, નિરાકરણ નહીં આવતા ગાંધીનગર બંધનું આપ્યું એલાન

ત્યારે આજે  સોમવારે 5 સપ્ટેમ્બરના રોજ આંદોલન ને 12 દિવસ થયા છે. અને ખેડૂતો દ્વારા 12માં દિવસે ખેડૂતો દ્વારા ગાંધીનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે. ભારતીય કિસાન સંઘ દ્વારા માંગ કરવામાં આવી હતી કે રાજ્ય સરકાર ખેડૂતોને આપતી વીજળીમાં વીજદર સમાન કરવામાં આવે જે અંતર્ગત ભૂતકાળમાં તમામ જિલ્લા કલેકટરને આવેદનપત્ર, સરકાર સાથે અનેક બેઠકો યોજવામાં આવી હતી. પરંતુ કોઈ નિર્ણય ન આવતા 25 ઓગસ્ટથી ખેડૂતો ગાંધીનગર ખાતે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં અચોક્કસ મુદતના ધરણા પર બેઠા છે.

g3 BJPની ભગિની સંસ્થા કિસાન સંઘનો સરકાર સામે મોરચો, નિરાકરણ નહીં આવતા ગાંધીનગર બંધનું આપ્યું એલાન

ભારતીય કિસાન સંઘદ્વારા ગાંધીનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતું તે અંતર્ગત ખેડૂતો દ્વારા સેક્ટર 26 ખાતે ડી માર્ટ મોલ ને બંધ કરવવામાં આવ્યો હતો. કિસાન સંઘ દ્વારા બંધના એલાન ને પગલે ગાંધીનગર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

g4 BJPની ભગિની સંસ્થા કિસાન સંઘનો સરકાર સામે મોરચો, નિરાકરણ નહીં આવતા ગાંધીનગર બંધનું આપ્યું એલાન

અત્રે ઉલ્લેખનીય છે કે, ગતરોજ રવિવારના દિવસે સાબરકાંઠા જિલ્લાના રાજેન્દ્રનગર ચોકડી પાસે કિસનો દ્વારા ચક્કાજામ નું આયોજન કરવામાં આવ્યું હતું. હાઇવે ઉપર બંને બાજુએ વાહનો ની લાંબી કતારો જોવા મળી હતી. તો કિસનો સાથે સ્થાનિક PSI ની શાબ્દિક ચડભડ પણ સામે આવી હતી. જેને લઈ કિસાનો રોષે ભરાયા હતા.

ગાંધીનગર ખાતે છેલ્લા 11 દિવસથી કિસાનો પોતાની માંગણીઓ લઈને આંદોલન ચલાવી રહ્યા છે. પરંતુ સરકાર તરફથી કોઈ પ્રતિસાદ નહીં મળતા તેમણે આજરોજ ગાંધીનગર બંધનું એલાન આપ્યું છે.

g1 BJPની ભગિની સંસ્થા કિસાન સંઘનો સરકાર સામે મોરચો, નિરાકરણ નહીં આવતા ગાંધીનગર બંધનું આપ્યું એલાન

શું છે ખેડૂતોની માંગણીઓ ?

  • મીટર – હોર્સ પાવર સમાન વીજદર
  • મીટર આધારીત બોરવેલનું વીજ બીલ દર બે મહીને બીલીગ
  • બાકી રહેતા મીટર ટેરીફમાં ફિક્સ ચાર્જમાં રાહત
  • સ્વૈચ્છીકલોડ વધારાની સ્કીમલાવવાથી ખેડૂતો તેમજ વીજ કંપની ને ફાયદો થશે
  • બોરવેલ પર જો વીજ મીટર બળી જાયતો તેની જવાબદારી વીજ કંપનીની રહેશે
  • કિસાન સૂર્યોદય યોજના સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અમલ કરવો
  • સ્કાય યોજના ફરીથી લાગુ કરવી જેથી ખેડૂતોની આવક થશે અને સરકારની સરાહના થશે
  • પશુપાલકોના તાબેલા પર વીજ કનેક્શન કોમર્શીયલ ભાવ ન ગણાતા રાહત દરે વીજળી આપવી
  • ચાલુ ખેતીવાડીના વીજ કનેક્શનમાં સિક્યોરીટી ડીપોઝીટ જમા હોવા છતાં નામ બદલવા સીધી લીટીના વારસદારો અથવા આડી લીટીના વારસદાર ખેડૂતોને મીનીમમ રૂપિયા ૩૦૦ ચાર્જ લઇ વીજ કનેક્શન માં નામ બદલી આપવું
  • દેવભૂમિ દ્વારકા – સાતલાણા 66 કે.વી સબસ્ટેશન તાત્કાલિક ચાલુ કરવું
  •  ખેતીવાડીમાં ૬૫૭ પરિપત્ર મુજબ જે ખેડૂતોએ લોડ વધારો કરેલ છે જે 100 કિલો વોટથી ઉપર છે તેવા ખેડૂતોને 200 નું ટીસી ખેતીવાડી ભાવે મંજુર કરવું
  • ખેડૂતોએ વીજ કનેક્શન માટે પૈસા ભરી દીધા હોવા છતાં વીજ કનેક્શન માટેના મટીરીયલની શોર્ટેજ ના કારણે કનેક્શન મળવામાં વિલંબ થાય છે જેમાં ઝડપ લાવવી
  • સમગ્ર ગુજરાતમાં જ્યાં બાગાયત વાવેતર છે તેવા ખેતીવાડી વિસ્તારમાં કેબલ લાઈન નાખવી
  • પશુપાલકોને દુધમાં લીટરે 2-00 રૂપિયાની સહાય સીધી બેંક ખાતામાં આપવી
  • ટ્રેક્ટર અને ટ્રોલીને બળદ દાદાની માન્યતા આપી ટેક્ષ દુર કરવો
  • રાજ્યમાં ખાનગી કૃષિ યુનિવર્સીટીને માન્યતા આપવી નહી
  • સને ૨૦૧૯-20 નો મજુર થયેલ પાક વીમો સત્વરે ચૂકવી ખેડૂતોને ન્યાય આપવો
  • ડ્રીપ ઈરીગેશન સિસ્ટમમાં GST નાબુદ કરવી અને 90 ટકા સહાય આપવી
  • લામ્પી વાઇરસ માટેની રસીકરણ ઝુંબેશ તેજ કરવી અને મૃત પશુના કેસમાં પશુપાલકોને સહાય આપવી
  • MSPથી ડાંગરની કરીડી કરવી અને ખેડૂત દીઠ ખરીદીમાં વધારો કરવો
  • જમીન રિ સર્વે રદ કરવો અથવા ખેડૂતોના જમીન માપણીના વિવાદ ઝડપથી ઉકેલ લાવવો
  • જમીનના અરસ પરસમાં થતા વ્યવહારમાં આડી લીટીના વારસદારોને જંત્રી ભરવામાંથી મુક્તિ આપવી
કોંગ્રેસનો કકળાટ / ટિકિટ તો મારા જ દીકરાને મળશે : છોટાઉદેપુરના રાઠવા નેતાઓની કોંગ્રેસનાં માવોડી મંડળ પાસે માંગ