New Delhi News: ઈરાને પાકિસ્તાન વિરૂદ્ધના તણાવ વચ્ચે એર ડિફેંસ ડ્રીલ શરૂ કરી દીધી છે. 16 જાન્યુઆરીથી ઈરાને પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આતંકી સંગઠન જૈશ અલ-અદલના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં બે બાળકોના મોત થયા હતા. 3 મહિલા ઘાયલ થઈ ગઈ હતી. તો દક્ષિણ પૂર્વ ઈરાનમાં 9 લોકોના મોત થયા હતા.
એર સ્ટ્રાઈક બાદ ઈસ્લામાબાદમાંથી ઈરાનીના રાજદૂતને કાઢી દેવાયા હતા. ઈરાને પોતાની એર ડિફેંસ ડ્રીલ દરમિયાન જુદી જુદી મિસાઈલો પણ લોન્ચ કરી છે. તેનો અભ્યાસ કરવાનું ચાલું રાખ્યું છે. ઈરાની એર ડિફેંસ ફોર્સના કમાન્ડર બ્રિગેડિયર જનરલ અલીરજા સબાહિફર્દએ કહ્યું હતું કે, અમારી વાયુ સેના તાકતવર છે. ઉપરાંત અભ્યાસમાં સુધારો પણ કર્યો છે. લોકોએ તેને ચેતવણી સમજવી જોઈએ. કોઈ આંખ ઉઠાવી જોઈ ના શકે.
બીજી બાજુ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે તંગદિલી સર્જાઈ છે, તો ઈરાન અને પાક. વચ્ચે પણ હવે તણાવ વધતો જોવા મળ્યો છે. આ બંને દેશો 900 કિમીની સરહદ શેર (Share) કરે છે. 1988માં 8 વર્ષ બાદ ઈરાન-ઈરાક વચ્ચે ભીષણ યુદ્ધ બાદ ઈરાનની ધરતી પર પહેલો મિસાઈલ હુમલો હતો.
ઈરાન અને પાકિસ્તાન તણાવ બાદપાક.ના સૈન્ય અધિકારી સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા ભેગા થયા હતા. પાકે. કહ્યું કે તે ઈરાન સાથે વિવાદ વધારવા માગતો નથી. ઈનના વિદેશ મંત્રાલયે ઈરાનની સરહદ પર આવેલું પાકિસ્તાની ડ્રોન અંગે નિંદા વ્યક્ત કરી હતી.
ઈરાનનું કહેવું છે કે પાકિસ્તાન સાથે સારા પડોશી અને ભાઈચારાની નીતિનું પાલન કરી રહ્યાં છે. બંને દેશોએ એકબીજાના સંબંધોમાં તણાવ પેદા કરવાની મંજૂરી મળવી ન જોઈએ.
આ પણ વાંચો:બળાત્કારથી ગર્ભવતી બનેલી 11 વર્ષની બાળકીએ આપવો પડશે બાળકને જન્મ,જાણો શું કહ્યું કોર્ટે