Not Set/ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો થયા કોરોના સંક્રમિત

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હાલ તેમની તબિયત સ્થિર છે.કેનેડાના વડા પ્રધાન એ દરેકને રસી લેવા અને વાયરસ સામે રસી મેળવવા માટે ખાસ વિનંતી કરી છે

Top Stories World
ceneda કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો થયા કોરોના સંક્રમિત

દુનિયાભરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, વિશ્વનામોટા નેતાઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારે આ વચ્ચે વધુ એક મહત્વના અહેવાલ સામે આવ્યા છે. જેમાં કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હાલ તેમની તબિયત સ્થિર છે.કેનેડાના વડા પ્રધાન એ દરેકને રસી લેવા અને વાયરસ સામે રસી મેળવવા માટે ખાસ વિનંતી કરી છે. ટ્રુડો ગયા અઠવાડિયે તેમના એક સંતાન કોવિડથી સંક્રમિત થયા બાદ આઇસોલેશનમાં ગયા હતા. પરંતુ તે સમયે તેમનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કોરોના રસીના આદેશ અને અન્ય જાહેર આરોગ્ય પ્રતિબંધોને સમાપ્ત કરવાની હાકલ કરવા માટે હજારો ટ્રક ડ્રાઇવરો અને અન્ય વિરોધીઓ શનિવારે રાજધાની શહેરમાં એકઠા થયા હતા અને PM ટ્રુડોના નિવાસસ્થાને ઘેરી લીધા હતા. આ ટ્રક ચાલકોએ તેમના 70 કિલોમીટર લાંબા કાફલાને ‘ફ્રીડમ કોન્વોય’ નામ આપ્યું છે. ટ્રકર્સ કેનેડાના ધ્વજ સાથે ‘સ્વતંત્રતા’ની માગણી કરતા ધ્વજ લહેરાવે છે. તેઓ પીએમ ટ્રુડો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આ ચળવળમાં ટ્રક ડ્રાઈવરો પણ હજારો અન્ય વિરોધીઓ સાથે જોડાયા છે જેઓ કોરોના પ્રતિબંધો સામે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. હજારો મોટી ટ્રકોના અવાજો રસ્તાઓ પર સતત સંભળાઈ રહ્યા છે અને ડ્રાઈવરો સતત હોર્ન વગાડીને સરકારનો વિરોધ કરી રહ્યા છે. તેઓ સંસદમાં પહોંચી ગયા છે