Not Set/ મહારાષ્ટ્ર/ ભીમ કોરેગાંવ કેસનાં કારણે સરકારમાં ભડકો, ઉદ્ધવ સરકારના નિર્ણયથી શરદ પવાર ગુસ્સે

મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકારમાં ફરી એકવાર તણાવની સ્થિતિ જોવામાં આવી રહી છે. આ વખતે એનસીપીના નેતા શરદ પવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પર સવાલ ઉઠાવ્યા છે. પવારનું ગુસ્સે થવાનું કારણ છે, મહારાષ્ટ્ર સરકારે કહ્યું હતું કે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા એલ્ગર પરિષદ (ભીમા કોરેગાંવ) કેસની તપાસમાં તેમને કોઈ વાંધો નથી. શરદ પવારે કહ્યું કે કેન્દ્ર […]

Top Stories India
maharashtra મહારાષ્ટ્ર/ ભીમ કોરેગાંવ કેસનાં કારણે સરકારમાં ભડકો, ઉદ્ધવ સરકારના નિર્ણયથી શરદ પવાર ગુસ્સે

મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકારમાં ફરી એકવાર તણાવની સ્થિતિ જોવામાં આવી રહી છે. આ વખતે એનસીપીના નેતા શરદ પવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પર સવાલ ઉઠાવ્યા છે. પવારનું ગુસ્સે થવાનું કારણ છે, મહારાષ્ટ્ર સરકારે કહ્યું હતું કે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા એલ્ગર પરિષદ (ભીમા કોરેગાંવ) કેસની તપાસમાં તેમને કોઈ વાંધો નથી. શરદ પવારે કહ્યું કે કેન્દ્ર દ્વારા આ રીતે રાજ્યનાં કેસ મામલે તપાસ કરવી ખોટી છે અને મહારાષ્ટ્ર સરકાર માટે તેમના નિર્ણયને ટેકો આપવો પણ ખોટું છે. બોમ્બે હાઈકોર્ટે ગૌતમ નવલખા અને આનંદ તેલતુમ્બડેની આગોતરા જામીન અરજીઓને ફગાવી દીધી છે. કોર્ટે તેને સુપ્રીમ કોર્ટમાં જવા માટે 4 અઠવાડિયાનો સમય આપ્યો છે.

ભીમા કોરેગાંવ કેસની તપાસ પુણે પોલીસ પાસેથી એનઆઈએમાં સ્થાનાંતરિત કરવા પર એનસીપી ચીફ શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્ર પોલીસમાં કેટલાક લોકોનું વર્તન (ભીમા કોરેગાંવની તપાસમાં સામેલ) વાંધાજનક છે. હું ઇચ્છું છું કે આ અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવામાં આવે. તેમણે કહ્યું કે સવારે પોલીસ અધિકારીઓ સાથે મહારાષ્ટ્ર સરકારના પ્રધાનોની બેઠક મળી હતી અને બપોરે 3 વાગ્યે કેન્દ્રએ કેસને એનઆઈએમાં ટ્રાન્સફર કરવા આદેશ આપ્યો હતો. બંધારણ મુજબ આ ખોટું છે, કારણ કે ગુનાની તપાસ એ રાજ્યનો અધિકારક્ષેત્ર છે.

ગત મહિને કેન્દ્ર સરકારે પુના પોલીસ પાસેથી એનઆઈએને આ કેસની તપાસ સોંપી હતી. આ ચુકાદાની રાજ્યની શિવસેના-એનસીપી-કોંગ્રેસ સરકાર દ્વારા ટીકા કરવામાં આવી હતી. જો કે, વધારાના મુખ્ય સચિવ (ગૃહ) સંજય કુમારે કહ્યું કે, રાજ્યના ગૃહ વિભાગને આ કેસ એનઆઈએમાં ટ્રાન્સફર કરવા સામે કોઈ વાંધો નથી તેવું જણાવ્યું હતું. ગયા અઠવાડિયે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રના નિર્ણયની ટીકા કરતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની તપાસમાં દખલ કરવાનો તમામ અધિકાર છે, પરંતુ એનઆઈએને તપાસ સોંપતા પહેલા રાજ્ય સરકારને વિશ્વાસમાં લેવી જોઈતી હતી. તેમણે કહ્યું કે જ્યારે એનસીપીના પ્રમુખ શરદ પવાર વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) દ્વારા તપાસની માંગ કરી રહ્યા હતા ત્યારે આ મામલો એનઆઈએને મોકલવામાં આવ્યો હતો.

એનઆઈએએ નીચલી અદાલતમાં અરજી કરી હતી

એનઆઈએએ ગયા સપ્તાહે આ કેસથી સંબંધિત દસ્તાવેજો, જપ્ત કરેલા ડેટા અને કોર્ટની કાર્યવાહીના દસ્તાવેજો મુંબઇની એનઆઈએની વિશેષ અદાલતમાં સોંપવા પૂણેની નીચલી અદાલતમાં અરજી કરી હતી. જો કે, તે સમયે સંરક્ષણએ એનઆઈએની અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે કેન્દ્રીય તપાસ એજન્સીએ તેની અરજીમાં જે કારણો આપ્યા છે, તે કેસને ખાસ એનઆઈએ કોર્ટમાં રિફર કરવા પૂરતા અને કાયદેસર નથી. એક બચાવ પક્ષના વકીલ, સિદ્ધાર્થ પાટીલે દલીલ કરી હતી કે ફોજદારી કાર્યવાહીની સંહિતાની કલમ 407 મુજબ, ફક્ત હાઈકોર્ટ બીજા જિલ્લામાં કેસ ટ્રાન્સફર કરી શકે છે.

આ મામલો 31 ડિસેમ્બર 2017 ના રોજ અહીં શનિવારવાડામાં યોજાયેલી એલ્ગર પરિષદની બેઠકમાં આપેલા ભાષણો અને બીજા દિવસે જિલ્લાના કોરેગાંવ ભીમા યુદ્ધ સ્મારક નજીક હિંસા સાથે સંબંધિત છે. પૂણે પોલીસનો દાવો છે કે આ મેળાવડાને માઓવાદીઓનો ટેકો હતો અને આ દરમિયાન થયેલા ભાષણોથી હિંસા ફેલાઇ હતી. આ કેસમાં કાર્યકરો સુધીર ધાવલે, રોના વિલ્સન, સુરેન્દ્ર ગાડલિંગ, મહેશ રાઉત, શોમા સેન, અરુણ ફેરેરા, સુધા ભારદ્વાજ અને વરવરા રાવની માઓવાદીઓ સાથે સંબંધ હોવાના કારણે ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.