Not Set/ આર્મી ચીફના નિવેદન પર ભડક્યું પાકિસ્તાન, કહ્યું, “યુદ્ધ માટે છે તૈયાર”

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના સૈનિકો દ્વારા ૫૧ વર્ષીય BSFના જવાન નરેન્દ્ર સિંહનું અપહરણ કરીને તેઓના મૃતદેહને ક્ષત વિક્ષિત કરાયા બાદ ભારત સરકાર દ્વારા પાક. સાથેની વિદેશ સ્તરની વાર્તા રદ્દ થયા બાદ બંને દેશોના નેતાઓ અને સેનાના અધિકારીઓ વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર જોવા મળી રહ્યો છે. ભારતીય સેનાના પ્રમુખ બિપીન રાવત દ્વારા બંને દેશોના વિદેશ મંત્રીઓની ન્યુયોર્કમાં યોજાનારી વિદેશ સ્તરની વાતચીત રદ્દ થવાને […]

Top Stories World Trending
india and pakistan army chief આર્મી ચીફના નિવેદન પર ભડક્યું પાકિસ્તાન, કહ્યું, "યુદ્ધ માટે છે તૈયાર"

ઇસ્લામાબાદ,

પાકિસ્તાનના સૈનિકો દ્વારા ૫૧ વર્ષીય BSFના જવાન નરેન્દ્ર સિંહનું અપહરણ કરીને તેઓના મૃતદેહને ક્ષત વિક્ષિત કરાયા બાદ ભારત સરકાર દ્વારા પાક. સાથેની વિદેશ સ્તરની વાર્તા રદ્દ થયા બાદ બંને દેશોના નેતાઓ અને સેનાના અધિકારીઓ વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર જોવા મળી રહ્યો છે.

ભારતીય સેનાના પ્રમુખ બિપીન રાવત દ્વારા બંને દેશોના વિદેશ મંત્રીઓની ન્યુયોર્કમાં યોજાનારી વિદેશ સ્તરની વાતચીત રદ્દ થવાને લઈ જોરશોરથી સ્વાગત કર્યું હતું, ત્યારે હવે પાકિસ્તાન દ્વારા પણ આ મામલે ધમકીઓ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.

આર્મી ચીફ બિપીન રાવતના નિવેદન બાદ પાકિસ્તાન તરફથી પોતાની પ્રતિક્રિયા આપતા સેનાના પ્રવક્તા મેજર આસિફ ગફુરે જણાવ્યું, “અમે એક પરમાણું સંપન્ન દેશ છીએ અને હંમેશા યુદ્ધ માટે તૈયાર છે. યુદ્ધ ત્યારે જ થાય છે જયારે કોઈ એક પક્ષ તૈયાર થતો નથી”.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલી શાંતિ વાર્તાની અપીલને તેઓની કમજોરી ન સમજવી જોઈએ”.

army chief general bipin rawat આર્મી ચીફના નિવેદન પર ભડક્યું પાકિસ્તાન, કહ્યું, "યુદ્ધ માટે છે તૈયાર"

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય આર્મીના પચીફ જનરલ બિપીન રાવતે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની બેઠક દરમિયાન યોજાનારી ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓની વિદેશ સ્તરની વાતચીત રદ્દ થવાને લઈ જોરશોરથી સ્વાગત કર્યું હતું,

આ ઉપરાંત તેઓએ શનિવારે કહ્યું હતું કે, “પાકિસ્તાનની સેના અને આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાનો સમય હવે આવી ગયો છે. વાતચીત અને આતંકવાદ એક સાથે થઇ શકે એમ નથી”.

આર્મી ચીફે વધુમાં જણાવ્યું હતું કે, “મારું માનવું છે કે, અમારી સરકારની નીતિ બિલકુલ સ્પષ્ટ છે. પાકિસ્તાન માટે જરુરી છે કે, તેઓ આતંકવાદને રોકે. ભારત સરકારનો અમને તમામ રીતે સહયોગ મળી રહ્યો છે. અમને અમારા ઓપરેશનને અંજામ આપવાની પૂરી આઝાદી છે. તેની અસર તમે કાશ્મીર અને પૂર્વોત્તરમાં જોઈ શકો છો”.

આ પણ વાંચો.

https://api.mantavyanews.in/national-india-pakistan-mea-mahmood-qureshi-meet-called-off-sushma-swaraj/