Economic Survey 2022/ બે વર્ષમાં આરોગ્ય ક્ષેત્રના ખર્ચમાં 73 ટકાનો તો શિક્ષણ ખર્ચમાં 20 ટકાનો વધારો થયો

ઈકોનોમિક સર્વેના રિપોર્ટ અનુસાર, સરકારોએ આ વર્ષે સામાજિક સેવાઓ પર વધુ ખર્ચ કરવો પડ્યો. આ સેવાઓમાં શિક્ષણ, રમતગમત, કલા અને સંસ્કૃતિ, આરોગ્ય અને દવા તેમજ કુટુંબ કલ્યાણ, પીવાનું પાણી, પોષણ જેવી સેવાઓનો સમાવેશ થાય છે.

Top Stories Union budget 2024 Business
ઈકોનોમિક સર્વે બે વર્ષમાં આરોગ્ય ક્ષેત્રના ખર્ચમાં 73 ટકાનો તો શિક્ષણ ખર્ચમાં

ઈકોનોમિક સર્વેના રિપોર્ટ અનુસાર, સરકારોએ આ વર્ષે સામાજિક સેવાઓ પર વધુ ખર્ચ કરવો પડ્યો. આ સેવાઓમાં શિક્ષણ, રમતગમત, કલા અને સંસ્કૃતિ, આરોગ્ય અને દવા તેમજ કુટુંબ કલ્યાણ, પીવાનું પાણી, પોષણ જેવી સેવાઓનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2021-22માં કેન્દ્ર અને રાજ્ય સરકારોનો સામાજિક સેવાઓ પર 71.61 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.

કોવિડ 19 રોગચાળા દરમિયાન, સામાજિક સેવા ક્ષેત્રમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોનો ખર્ચ અપેક્ષા કરતા વધુ હતો. નાણાકીય વર્ષ 2021-22માં સરકારે આ વિસ્તારોમાં 71.61 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. ગત નાણાકીય વર્ષમાં આ સામાજિક સેવા ક્ષેત્રે 65.24 લાખ કરોડનો ખર્ચ થવાનો અંદાજ હતો. પરંતુ તે અંદાજ કરતાં 9.8 ટકા વધુ હતું. સર્વે મુજબ શિક્ષણ ક્ષેત્રે સૌથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે.

ઈકોનોમિક સર્વેના રિપોર્ટ અનુસાર આ વર્ષે સરકારોએ સામાજિક સેવાઓ પર વધુ ખર્ચ કરવો પડ્યો. આ સેવાઓમાં શિક્ષણ, રમતગમત, કલા અને સંસ્કૃતિ, આરોગ્ય અને દવા તેમજ કુટુંબ કલ્યાણ, પીવાનું પાણી, પોષણ જેવી સેવાઓનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2021-22માં કેન્દ્ર અને રાજ્ય સરકારોનો સામાજિક સેવાઓ પર 71.61 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. જેમાં સૌથી વધુ 6.97 લાખ કરોડ રૂપિયા શિક્ષણ ક્ષેત્રે ખર્ચવામાં આવ્યા છે જ્યારે 4.72 લાખ કરોડ રૂપિયા સ્વાસ્થ્ય પર ખર્ચવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2020-21ની તુલનામાં, સામાજિક સેવા ક્ષેત્ર પર 65.24 લાખ કરોડ ખર્ચવામાં આવ્યા હતા. જેમાં 6.21 લાખ કરોડ રૂપિયા એજ્યુકેશન સેક્ટર પર અને 3.50 લાખ કરોડ રૂપિયા હેલ્થ સેક્ટર પર ખર્ચવામાં આવ્યા હતા.

ત્રણ વર્ષમાં આરોગ્ય ખર્ચમાં 73%નો વધારો થયો છે

આર્થિક સર્વે અનુસાર, રોગચાળાએ દરેક ક્ષેત્રને ફટકો આપ્યો હતો, પરંતુ આરોગ્ય ક્ષેત્રને સૌથી વધુ ફટકો પડ્યો હતો. રોગચાળા પહેલા, 2019-20માં આરોગ્ય ક્ષેત્રમાં 2.73 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, જ્યારે 2021-22માં તે 4.72 લાખ કરોડ હોવાનો અંદાજ છે. આ રીતે આ ખર્ચમાં લગભગ 73 ટકાનો વધારો થયો છે. એ જ રીતે, સમાન સમયગાળામાં શિક્ષણ પર ખર્ચમાં 20 ટકાનો વધારો થયો છે.

શિક્ષણ પર કોવિડ લોકડાઉનની અસરનું કોઈ મૂલ્યાંકન નથી: આર્થિક સર્વેક્ષણ જણાવે છે કે રોગચાળા દરમિયાન વારંવાર લૉકડાઉન અને પ્રતિબંધોને કારણે શિક્ષણ ક્ષેત્ર પર અસર જોવા મળી હતી, પરંતુ વાસ્તવિક રીતે તેનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે, કારણ કે આ વિશે ફક્ત સત્તાવાર 2019-20 સુધીના આંકડા ઉપલબ્ધ છે. રોગચાળાના પ્રથમ મોજામાં, બાળકો અને યુવાનોને ચેપથી બચાવવા માટે તમામ શાળાઓ અને કોલેજો બંધ કરવામાં આવી હતી. બાદમાં પ્રતિબંધો થોડા હળવા થયા, પરંતુ કોવિડની ત્રીજી લહેર આવતાની સાથે જ લગભગ તમામ રાજ્યોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી. સંક્રમણ ઘટ્યા બાદ હવે ઘણા રાજ્યોએ શાળાઓ ખોલવાનું શરૂ કરી દીધું છે.

બજેટ 2022 / આવતીકાલે આવશે મોદી સરકારનું 9મું બજેટ, જાણો છેલ્લા 7 વર્ષમાં કેટલી રાહત મળી, કોના ખિસ્સા થયા ઢીલા!

Business / એર ઈન્ડિયા પછી, રતન ટાટાએ ખોટ કરતી બીજી સરકારી કંપની ખરીદી 

કિશન ભરવાડ હત્યા કેસ / મૌલાના કમરગાની ઉસ્માની યુવકોને આ રીતે હુમલો કરવા ઉશ્કેરતો હતો… ATSનો મોટો ખુલાસો

કિશન ભરવાડ હત્યા કેસ / કોણ છે મૌલાના ખાદિમ રિઝવી ? જેના ઝેર ઓકતા વીડિયો જોઈ કિશન ભરવાડની હત્યા કરવા મજબૂર બન્યા હત્યારા ?