GST-Einvoice/ જીએસટીમાં હવે પાંચ કરોડથી વધુ ટર્નઓવરવાળી કંપનીઓ માટે ઇ-ઇનવોઇસ ફરજિયાત

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) અંતર્ગત પહેલી ઓગસ્ટથી નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. આ નવો નિયમ એવી કંપનીઓ માટે છે જેનું ટર્નઓવર 5 કરોડ કે તેથી વધુ છે. અગાઉ આ નવો નિયમ રૂ. 10 કરોડ કે તેથી વધુના વાર્ષિક ટર્નઓવર પર લાગુ થતો હતો, પરંતુ હવે તે ઘટાડીને અડધો કરી દેવામાં આવ્યો છે.

Top Stories Business
GST Collection જીએસટીમાં હવે પાંચ કરોડથી વધુ ટર્નઓવરવાળી કંપનીઓ માટે ઇ-ઇનવોઇસ ફરજિયાત

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) અંતર્ગત પહેલી GST-Einvoice ઓગસ્ટથી નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. આ નવો નિયમ એવી કંપનીઓ માટે છે જેનું ટર્નઓવર 5 કરોડ કે તેથી વધુ છે. અગાઉ આ નવો નિયમ રૂ. 10 કરોડ કે તેથી વધુના વાર્ષિક ટર્નઓવર પર લાગુ થતો હતો, પરંતુ હવે તે ઘટાડીને અડધો કરી દેવામાં આવ્યો છે.
GST દિશાનિર્દેશો મુજબ, B2B ટ્રાન્ઝેક્શન મૂલ્ય રૂ. 5 કરોડ ધરાવતી કંપનીઓ માટે ઇલેક્ટ્રોનિક ઇન્વૉઇસ ઇશ્યૂ કરવાનું ફરજિયાત છે. 28 જુલાઇના રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે ટ્વીટ કરીને નિયમમાં ફેરફારની જાણકારી આપી હતી.

GST હેઠળ વ્યાપ વધશે
તેના ટ્વીટમાં સીબીઆઈએ જણાવ્યું હતું કે GST કરદાતાઓ કે જેમનું કોઈપણ GST-Einvoice નાણાકીય વર્ષમાં કુલ ટર્નઓવર 5 કરોડથી વધુ છે, તેઓએ 1લી ઓગસ્ટ 2023 થી B2B સપ્લાય અથવા માલ અથવા સેવાઓની નિકાસ અથવા બંને માટે ફરજિયાત રીતે ઈ-ઈનવોઈસ આપવાનું રહેશે. મે મહિનામાં, સીબીઆઈસી દ્વારા ઓછી મર્યાદા ધરાવતા વ્યવસાયો માટે સૂચના જારી કરવામાં આવી હતી. આ પગલું GST હેઠળ સંગ્રહ અને અનુપાલન વધારવામાં મદદ કરશે.

GST ઈ-ઈનવોઈસ નિયમો
નિષ્ણાતો માને છે કે ઈ-ઈનવોઈસ નિયમમાં ફેરફાર અને ઓછા ટર્નઓવર GST-Einvoice ધરાવતી કંપનીઓનો સમાવેશ MSME એકમોને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે. પીટીઆઈના અહેવાલ મુજબ, ડેલોઈટ ઈન્ડિયાના પાર્ટનર લીડર ઈન્ડાયરેક્ટ ટેક્સ મહેશ જયસિંગે જણાવ્યું હતું કે આ જાહેરાત સાથે ઈ-ઈનવોઈસિંગ હેઠળના MSMEનો વ્યાપ વિસ્તારવામાં આવશે અને તેમને ઈ-ઈનવોઈસિંગ લાગુ કરવાની જરૂર પડશે.

જીએસટીની આવક વધશે
B2B વ્યવહારો માટે ઈ-ઈનવોઈસ જારી કરવાની મર્યાદા રૂ. 10 કરોડથી GST-Einvoice ઘટાડીને રૂ. 5 કરોડ કરવામાં આવી છે. આ GST વિભાગને આવક વધારવામાં મદદ કરશે અને ટેક્સનો વ્યાપ વધારવામાં મદદ મળશે. આ સિવાય સરકારે ટેક્સ ચોરી કરનારાઓને ટ્રેકિંગ અને મોનિટરિંગ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

 

આ પણ વાંચોઃ OMG!/ વીગન ફૂડનો કરતી હતી પ્રચાર, 10 વર્ષ સુધી રાંધેલું ભોજન ન ખાતા થયું મોત

આ પણ વાંચોઃ કોવિડ-19/ અમેરિકામાં કોરોનાના કેસમાં ઉછાળો, સાત હજારથી વધુ દર્દીઓ હોસ્પિટલમાં

આ પણ વાંચોઃ OMG!/ બ્રિટનમાં છેલ્લા કેટલાક વર્ષોથી થઇ રહ્યા છે બેંક ખાતા બંધ, જાણો કારણ

આ પણ વાંચોઃ Australia/ ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે મળી આવેલી અજીબ વસ્તુનું રહસ્ય ખુલ્યું, ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સીએ આપ્યું મોટું નિવેદન

આ પણ વાંચોઃ Anju New Video Viral/ પાકિસ્તાનથી ફરી સામે આવ્યો અંજુનો નવો વીડિયો, દુલ્હનના ડ્રેસમાં મળી જોવા..