OMG!/ વીગન ફૂડનો કરતી હતી પ્રચાર, 10 વર્ષ સુધી રાંધેલું ભોજન ન ખાતા થયું મોત

દરેક વ્યક્તિને ફિટ રહેવા માટે કેટલીક ખાસ વસ્તુઓની જરૂર હોય છે. તાજેતરમાં, ઘણા વર્ષોથી કાચા આહાર પર રહેતી ફૂડ ઇન્ફ્લુએન્સર ઝાન્ના સેમસોનોવાનું મોત થયું.

World Trending
Untitled 1 3 વીગન ફૂડનો કરતી હતી પ્રચાર, 10 વર્ષ સુધી રાંધેલું ભોજન ન ખાતા થયું મોત

આજકાલ લોકો ફિટ રહેવા માટે વીગન ડાયટનો ઘણો ઉપયોગ કરવા લાગ્યા છે. જોકે દરેક વ્યક્તિને ફિટ રહેવા માટે કેટલીક ખાસ વસ્તુઓની જરૂર હોય છે. તાજેતરમાં, ઘણા વર્ષોથી કાચા આહાર પર રહેતી ફૂડ ઇન્ફ્લુએન્સર ઝાન્ના સેમસોનોવાનું મોત થયું. તે સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ હતી અને મોટી સંખ્યામાં લોકો તેને ફોલો કરતા હતા. ઘણા વર્ષોથી તે કાચા શાકભાજી અને ફળો જ ખાતી હતી. રશિયાની રહેવાસી સેમસોનોવાએ પણ સોશિયલ મીડિયા પર કાચા ખોરાકનો પ્રચાર કર્યો હતો. તબીબોનું કહેવું છે કે તેનું મોત ભૂખને કારણે થયું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોશિયલ મીડિયા પર ઝાન્ના ડી’આર્ટ નામની પ્રખ્યાત ઇન્ફ્લુએન્સર દક્ષિણ પૂર્વ એશિયાની યાત્રા પર હતી અને તે દરમિયાન તે બીમાર પડી ગઈ. આ પછી તેને સારવાર લેવી પડી હતી. છેલ્લા લગભગ એક દાયકાથી તે માત્ર કાચો ખોરાક જ ખાતી હતી. તેના એક મિત્રએ જણાવ્યું કે, થોડા મહિના પહેલા શ્રીલંકાની મુલાકાત દરમિયાન તેની તબિયત બગડી હતી. તે ખૂબ જ સુસ્ત બની ગઈ હતી. તેના પગમાં સોજો આવી ગયો હતો. આ પછી તેણીને સારવાર માટે ઘરે પરત મોકલવામાં આવી હતી પરંતુ તે ફરીથી ભાગવા લાગીહતી. જ્યારે અમે તેને ફૂકેટમાં જોઈ ત્યારે પરિસ્થિતિ વધુ ડરામણી બની ગઈ.

સેમસોનોવાની માતાએ મૃત્યુનું કારણ જણાવ્યું

સેમસોનોવાની માતાએ જણાવ્યું હતું કે તેની પુત્રીનું મૃત્યુ કોલેરા જેવા ચેપથી થયું હતું. જોકે મૃત્યુનું સત્તાવાર કારણ હજુ સુધી જાહેર થયું નથી. તેની માતાએ કહ્યું કે એવું લાગે છે કે અતિશય થાક અને સંપૂર્ણપણે કાચો શાકાહારી ખોરાક ખાવાને કારણે શરીર પર ઘણો દબાવ પડી રહ્યો હતો. જેના કારણે તેનું મોત થયું હતું.

ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, સેમસોનોવાના એક નજીકના મિત્રએ જણાવ્યું કે ઘણા વર્ષોથી તે માત્ર ડ્યુરિયન, જેકફ્રૂટ અને માંસ જેવી ગંધવાળું ફળ ખાતી હતી. સેમસોનોવાએ કહ્યું હતું કે, હું જોઉં છું કે મારું શરીર અને મન દરરોજ બદલાય છે. હું મારામાં નવીનતા જોઈને ખુશ છું. સેમસોનોવાના વીડિયોમાં જોઈ શકાય છે કે તે ખૂબ જ નબળી પડી ગઈ હતી.

આ પણ વાંચો:અમેરિકામાં કોરોનાના કેસમાં ઉછાળો, સાત હજારથી વધુ દર્દીઓ હોસ્પિટલમાં

આ પણ વાંચો:બ્રિટનમાં છેલ્લા કેટલાક વર્ષોથી થઇ રહ્યા છે બેંક ખાતા બંધ, જાણો કારણ

આ પણ વાંચો:ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે મળી આવેલી અજીબ વસ્તુનું રહસ્ય ખુલ્યું, ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સીએ આપ્યું મોટું નિવેદન

આ પણ વાંચો:પાકિસ્તાનથી ફરી સામે આવ્યો અંજુનો નવો વીડિયો, દુલ્હનના ડ્રેસમાં મળી જોવા..