Not Set/ સલમાન ખાન સાથેની એક ઘટનાને યાદ કરીને જ્હાનવી અનુભવે છે શરમ, જાણો કઈ

મુંબઈ શ્રીદેવીની પુત્રી જહાનવી કપૂરનું એક મોટું સપનું આખરે 20 મી જુલાઇએ પૂર્ણ થયું હતું, જ્યારે તેમની ફિલ્મ ‘ધડક’ રિલિઝ થઈ હતી. આ બીજી બાબત છે કે, શ્રીદેવી તેની પુત્રીને ફિલ્મ રિલીઝ થતા જોઈ શક્યા નહી. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન, જહાનવીએ ઘણા લોકોને મળી અને તેમની સાથે વાત કરી છે. આવી એક વાત જહાનવીએ  સલમાન ખાન વિશે કરી છે. જ્યારે […]

Trending Entertainment
mahi jjg સલમાન ખાન સાથેની એક ઘટનાને યાદ કરીને જ્હાનવી અનુભવે છે શરમ, જાણો કઈ

મુંબઈ

શ્રીદેવીની પુત્રી જહાનવી કપૂરનું એક મોટું સપનું આખરે 20 મી જુલાઇએ પૂર્ણ થયું હતું, જ્યારે તેમની ફિલ્મ ‘ધડક’ રિલિઝ થઈ હતી. આ બીજી બાબત છે કે, શ્રીદેવી તેની પુત્રીને ફિલ્મ રિલીઝ થતા જોઈ શક્યા નહી. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન, જહાનવીએ ઘણા લોકોને મળી અને તેમની સાથે વાત કરી છે.

આવી એક વાત જહાનવીએ  સલમાન ખાન વિશે કરી છે. જ્યારે પણ તે યાદ કરે છે, તે શરમથી લાલ થઈ જાય છે, જોકે વાત ખૂબ જ જૂની છે.

જહાનવીના જણાવ્યા મુજબ, સલમાન ખાન ‘વોન્ટેડ’ ફિલ્મ માટે શૂટિંગ કરી રહ્યા હતા. જેના નિર્મતા જહાનવીના પિતા બોની કપૂર હતા. એક દિવસ પિતા બોનીએ તેમની સાથે જહાનવીને સેટ પર લઇ ગયા હતા. તે દિવસે સલમાન ફિલ્મના ડિરેક્ટર પ્રભુદેવા પાસે ડાન્સ સ્ટેપ્સ શીખતા હતા. જહાનવીએ તે ડાન્સ સ્ટેપને જોયા અને ત્યારબાદ તે ખૂણામાં જઈને, તે સ્ટેપ કરવાનું શરૂ કર્યું.

સલમાન શાંતિથી જહાનવીની પાછળ જતા ઉભા રહ્યા  અને જહાનવીના ડાન્સ સ્ટેપને જોવા લાગ્યા હતા. પછી તેણે કહ્યું કે, તમે અહીં એકલા શા માટે ડાન્સ કરો છો? બધાની સામે કરો. ત્યારે જહાનવીની ઉંમર 12 વર્ષની હતી.

જહાનવી કહે છે કે, તે હજુ પણ તે ઘટનાને યાદ કરે છે તો, તેને શરમ આવી જાય છે