Not Set/ ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યા બાદ કૃણાલ પંડ્યાએ કર્યું ભાવુક ટ્વીટ, જુઓ

નવી દિલ્હી, ઈંગ્લેંડ સામે રમાનારી ત્રણ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચ માટે ઓલરાઉન્ડર પ્લેયર્સ કૃણાલ પંડ્યાની પસંદગી કરવામાં આવી છે. ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યા મંગળવારથી ઇંગ્લેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. Really honored to be picked to represent India in the upcoming T20Is. It’s something I’ve worked hard for and I feel blessed. […]

Trending Sports
krunal ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યા બાદ કૃણાલ પંડ્યાએ કર્યું ભાવુક ટ્વીટ, જુઓ

નવી દિલ્હી,

ઈંગ્લેંડ સામે રમાનારી ત્રણ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચ માટે ઓલરાઉન્ડર પ્લેયર્સ કૃણાલ પંડ્યાની પસંદગી કરવામાં આવી છે. ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યા મંગળવારથી ઇંગ્લેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.

જો કે પહેલીવાર ઇન્ડિયાની ક્રિકેટ ટીમમાં સિલેકશન થયા બાદ કૃણાલ પંડ્યાએ સોશિયલ મીડિયામાં પોતાની ખુશી વ્યક્ત કરતા એક ભાવુક સંદેશો આપ્યો છે. પંડ્યાએ ટ્વીટ કરતા લખ્યું, “આ મારા માટે જરૂરથી એક ગર્વની બાબત છે, મને મારી મહેનતનું જે ઇનામ મળ્યું છે જેને હું ગુમાવવા માંગીશ નહિ. ઈંગ્લેંડ સામે રમાનારી પ્રથમ મેચને હું ખુબ ઉત્સાહિત છું. મને આશા છે કે, હું અહીંયા પણ મારું પૂરું યોગદાન આપીશ”.

Instagram will load in the frontend.

maxresdefault 2 ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યા બાદ કૃણાલ પંડ્યાએ કર્યું ભાવુક ટ્વીટ, જુઓ

કૃણાલ પંડ્યા ઉપરાંત તેઓની પત્ની પંખુરી શર્માએ પણ એક ટ્વીટ કર્યું છે, જેમાં તેઓએ કહ્યું, “મને પહેલાથી ખબર હતી કે, તમને (કૃણાલ પંડ્યા) તમારી મહેનતનું ઇનામ મળશે. મને તમારી પર ખુબ ગર્વ છે”.

મહત્વનું છે કે, આયર્લેન્ડ સામે રમાયેલી બે આંતરરાષ્ટ્રીય ટી-૨૦ સિરીઝ દરમિયાન સ્પિન બોલર  વોશિંગ્ટન સુંદરને પગમાં એન્કલ ઇન્જરી થવાના કારણે તેઓ ત્યારબાદ ઇંગ્લેન્ડ સામેની ટી-૨૦ સિરીઝમાંથી બહાર થઇ ગયો હતો, તેની જગ્યાએ કૃણાલ પંડ્યાની પસંદગી કરવામાં આવી હતી.

કૃણાલ પંડ્યાનો ભારતીય ટીમમાં સમાવેશ થવાની સાથે જ કૃણાલ અને સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાની જોડી ભારતીય ટીમમાં ચમકશે. આ સાથે જ ભારતીય ટીમમાં આ ત્રીજી જોડી હશે જેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

645685 460837 krunal pandya afp crop mumbai indians ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યા બાદ કૃણાલ પંડ્યાએ કર્યું ભાવુક ટ્વીટ, જુઓ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ તરફથી રમતા કૃણાલ પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. IPLમાં અત્યારસુધી રમાયેલી ૩૯ મેચમાં ૨૯.૦૫ના એવરેજથી ૭૦૮ રન બનાવ્યા છે તેમજ ૨૮ વિકેટ પણ ઝડપી છે.