Not Set/ ફેસબુક પર વાયરલ થયું ‘ન્યુડ પાર્ટી’નું પોસ્ટર, વિદેશી યુવતીઓ પણ શામેલ થશે તેવું કરવામાં આવ્યું માર્કેટિંગ

સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં એવી મેટર મુકવામાં આવી કે, ચારે તરફ હોબાળો મચી જવા પામ્યો છે. વાત છે ગોવાની અને તેમા પણ ન્યુડ પાર્ટીનાં માર્કેટિંગની. આમતો લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ પોતાની પ્રોડક્ટસ અને સર્વિસને પ્રમોટ કરવા કરતા જ હોય છે. પરંતુ જો પ્રોડક્ટ આ પ્રકારની હોય અને આ પ્રકારની પ્રોડક્ટસનું માર્કેટિંગ સોશિયલ મીડિયામાં થવા […]

Top Stories India Trending
goa1 ફેસબુક પર વાયરલ થયું 'ન્યુડ પાર્ટી'નું પોસ્ટર, વિદેશી યુવતીઓ પણ શામેલ થશે તેવું કરવામાં આવ્યું માર્કેટિંગ

સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં એવી મેટર મુકવામાં આવી કે, ચારે તરફ હોબાળો મચી જવા પામ્યો છે. વાત છે ગોવાની અને તેમા પણ ન્યુડ પાર્ટીનાં માર્કેટિંગની. આમતો લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ પોતાની પ્રોડક્ટસ અને સર્વિસને પ્રમોટ કરવા કરતા જ હોય છે.

પરંતુ જો પ્રોડક્ટ આ પ્રકારની હોય અને આ પ્રકારની પ્રોડક્ટસનું માર્કેટિંગ સોશિયલ મીડિયામાં થવા માંડે તો વાત ચિંતા જનક જ કહી શકાય. જી હા આ પોસ્ટમાં પોસ્ટર હતું. ગોવામાં ન્યુડ પાર્ટીનાંં આયોજન વિશે.  ફેસબુક પર શેર કરેલી તસ્વીરમાં ઉત્તર ગોવામાં ન્યુડ પાર્ટી વિશે જણાવાયું છે.

ન્યુડ પાર્ટીની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અને બબાલ મચી ગઇ હતી.  જો કે,  ગોવા પોલીસે તુરંતમાં આ સંદર્ભે કાર્યવાહી કરી છે. પોલીસે જણાવ્યું કે, પોસ્ટરમાં ઉત્તર ગોવાના ત્રણ રસ્તાઓ ટાંકવામાં આવ્યા છે, પરંતુ તેમાંથી કોઈ સ્થાન સ્પષ્ટ નથી. આ પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે આ ન્યૂડ પાર્ટીમાં 10-15 વિદેશી અને 10 દેશી છોકરીઓ જોડાઇ રહી છે. પોલીસનું કહેવું છે કે અમે આ થવા નહીં દઈએ.

goa ફેસબુક પર વાયરલ થયું 'ન્યુડ પાર્ટી'નું પોસ્ટર, વિદેશી યુવતીઓ પણ શામેલ થશે તેવું કરવામાં આવ્યું માર્કેટિંગ

આ પોસ્ટ અને ન્યુડ પાર્ટીનાં માર્કેટિંગ, ગોવાના મહિલા કોંગ્રેસનાં મુખ્ય પ્રધાન પ્રતિમા કોટિન્હોએ મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને પર્યટન પ્રધાન મનોહર આઝગાંવકરની નિંદા કરી હતી અને કહ્યું હતું કે તેમણે રાજ્યમાં આવી પાર્ટીઓને યોજવા ન દેવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.