Not Set/ ભારતમાં પણ ઓમિક્રોન વાયરસની એન્ટ્રી, કર્ણાટકમાં મળી આવ્યા બે કેસ

કર્ણાટકની 66 વર્ષ અને 46 વર્ષની બે વ્યક્તિઓમાં ઓમિક્રોન મળી આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં 24 કલાકમાં આ બે કેસ મળી આવ્યા છે.

Top Stories India
ઓમિક્રોન
  • ભારતમાં ઓમિક્રોન વાયરસની એન્ટ્રી
  • દેશમાં ઓમિક્રોનના બે કેસ નોંધાયા
  • કર્ણાટકમાં નોંધાયા ઓમિક્રોનના બે કેસ
  • આફ્રિકાથી આવેલા પ્રવાસીઓમાં નવો વેરિયન્ટ
  • 66 અને 46 વર્ષીય વ્યક્તિઓમાં ઓમિક્રોન વેરિયન્ટ

કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનએ પણ ભારતની ચિંતા વધારી દીધી છે. Omicron ભારતમાં પણ એન્ટ્રી કરી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે કર્ણાટકમાં નવા વેરિયન્ટના બે કેસ મળી આવ્યા છે.કર્ણાટકની 66 વર્ષ અને 46 વર્ષની બે વ્યક્તિઓમાં ઓમિક્રોન મળી આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં 24 કલાકમાં આ બે કેસ મળી આવ્યા છે.

આ પણ વાંચો :દક્ષિણ આફ્રિકાથી મુંબઈ આવતા ચાર મુસાફરોના કોરોના પોઝિટીવ

આ પણ વાંચો :ત્રિપુરામાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપની ક્લીન સ્વીપ…

ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્વાસ્થ્ય મંત્રાલયે WHOને ટાંકીને કહ્યું કે ઓમિક્રોન કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ કરતાં 5 ગણું વધુ ખતરનાક છે અને તે ઝડપથી ફેલાઈ જવાની આશંકા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે તે હવે 29 દેશોમાં ફેલાઈ ગયો છે. WHOએ તેને વેરિયન્ટ ઓફ કન્સર્નની શ્રેણીમાં રાખ્યું છે. આ સાથે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં એક મહિનાથી કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, હવે બે રાજ્યો મહારાષ્ટ્ર અને કેરળમાં 10 હજારથી વધુ કેસ સક્રિય છે, જે દેશના 55 ટકા છે. કોવિડના કેસોમાં આ ઘટાડો 49% વસ્તીને રસીના બંને ડોઝ મળ્યા પછી આવ્યો છે.

આ પણ વાંચો :ચક્રવાતી તોફાન જવાદને લઇને PM મોદીએ કરી સમીક્ષા બેઠક

આ પણ વાંચો :ભારત સરકારે OHCHRના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા