Not Set/ ત્રિપુરામાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપની ક્લીન સ્વીપ…

ડાબેરી અને ટીએમસી તેમજ કોંગ્રેસના સૂપડા સાફ, :મમતા દીદીની રાષ્ટ્રીય દીદી બનવાની કવાયત અને બ્રેક

India Trending

પશ્ચિમ બંગાળમાં ભારે બહુમતીથી જીત મેળવ્યા બાદ અને પેટા ચૂંટણીમાં જાેરદાર બહુમતીથી વિજય મેળવ્યા બાદ ત્યાંના મુખ્યમંત્રી મમતા બેનરજી પોતાનું કદ વધારવા માટે યાને રાષ્ટ્રીય દીદી બનવા માટે જે કવાયત અને દિલ્હીના આંટાફેરા શરૂ કર્યા છે પરંતુ ત્રિપુરામાં પગપેસારો કરવા તેમણે કોંગ્રેસમાં તોડફોડ કરી અને ભાજપમાં ભંગાણ માટે પ્રયાસ શરૂ કર્યો પરંતુ તેમના આ પ્રયાસને જરાય સફળતા મળી ન હોવાની વાત ત્રિપુરાના પરિણામો પરથી પૂરવાર થાય છે. જાેકે આ પરિણામો સ્થાનિક ચૂંટણીના હતા પરંતુ તેનો ત્રિપુરાની પ્રજાનો મૂડ એટલા માટે રાજકીય નિરીક્ષકો ગણાવી રહ્યા છે કે આ ચૂંટણી પક્ષોના નિશાન પર લડાઈ હતી અને પરિણામો પણ કેન્દ્ર અને ત્રિપુરાના શાસક પક્ષ ભાજપની તરફેણમાં આવ્યા છે. આ કોઈ જેવી તેવી વાત તો ન જ કહેવાય.


આ અંગે તાજેતરમાં યોજાયેલી ત્રિપુરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારે મતદાન થયું હતું. તેના પરિણામો અંગે જે વિગતો જાહેર થઈ છે તે પ્રમાણે કુલ ૩૩૪ માંથી ૩૨૯ બેઠકો પર ભાજપનો વિજય થયો છે. આ અહેવાલ પ્રમાણે અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ૧૩ નગર પાલિકાઓ માટેની ચૂંટમીના પરિણામો જાહેર થયા છે ભાજપે અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ૫૧ વોર્ડ પર જીત મેળવી છે તો ખોવાઈ, કુમારઘાટ, સબરૂમ, અમરપુર, કૈલાસ હર, તેલિયા મુરા નગરપાલિકા તેમજ ૬ મેતાઘટ નગર પરિષદો અને ધર્મપુર, અંબારગ નગરપાલિકા તેમજ પાની સાગર જિરાનિયા અને સોનાપુર નગર પરિષદોમાં જીત મેળવી છે. અથવા તો ત્યાં સત્તા હાંસલ કરી એક બે નહિ પણ ત્રણ પક્ષો ટીએમસી ડાબેરી મોરચો અને ગણીગાંઠી બેઠકો લડનાર કોંગ્રેસના સૂપડા સાફ થયા છે.


અગરતલા મ્યુ. કોર્પોરેશનમાં તમામ બેઠકો ભાજપે કબ્જે કરતાં બીજા કોઈનું ખાતું પણ ખુલ્યું નથી. આ શું સૂચવે છે ? ભાજપના આગેવાનોએ આ પરિણામોને પોતાની ધારણા મુજબ ગણાવ્યા છે. પશ્ચિમ બંગાળમાં જીત બાદ મમતા બેનરજી અને તેમના પક્ષ તૃણમુલ કોંગ્રેસનું લક્ષાંક ત્રિપુરા ગોવા અને આસામ છે. ત્રિપુરામાં કોંગ૩ેસના પ્રદેશ માળખાના ટોચના આગેવાનોને ટીએમસીમાં પ્રવેશ આપ્યો. જ્યારે બંગાળના સ્થાનિક નેતાઓ સાથે સંકળાયેલા ત્રિપુરાના આગેવાનોને પક્ષમાં ભેળવ્યા હતા. અને સ્થાનિક ચૂંટણી માટે તમામ બેઠકો પર ઉમેદવારો પણ ગોઠવ્યા હતા. પરંતુ તેનું ધાર્ય્‌ પરિણામ આવ્યું નથી. બહુમતી તો બાજુએ રહી પણ પૂરી એક ટકા બેઠકો માંડ મળી છે. આમ ત્રિપુરાના ઘણા અખબારોને એવું લખવાની તક મળી છે કે ભાડુતી કે આયાતી સૈનિકોના સહારે ભાપે ડાબેરીઓને હરાવીને કબ્જે કરેલા ગઢનો કાંગરો પણ ખેરવવામાં ટીએમસી જરા પણ સફળ થઈ નથી.

mantavyanews.com

ત્રિપુરામાં સતત સ્પર્ધા કરતા વધુ સમય સુધી ડાબેરી મોરચાનું શાસન રહ્યા બાદ ત્યાં ભાજપનું શાસન આવ્યું હતું. માનેકરાવ સરકાર જેવા પ્રમાણિક અને સાદગીના પર્યાય સમા મુખ્યમંત્રીની આગેવાની હેઠળના ડાબેરી મોરચાને ધ્વસ્ત કરી તેને વિરોધ પક્ષમાં બેસાડનાર ભાજપે વર્ષો સુધી દેશમાં શાસન કરનાર સૌથી જૂના પક્ષ કોંગ્રેસને પણ ત્રીજા સ્થાને ધકેલી દીધી હતી. ત્રિપુરામાં પ્રશાંત કિશોરની ટીમને કામે લગાડી ટીએમસીએ વ્યૂહ ગોઠવ્યો હતો પરંતુ તેમનો આ દાવ પણ જરાય સફળ થયો નથી. ત્રિપુરા સ્થાનિક ચૂંટણીના પરિણામોમાં ભાજપને જીત મળી તે માટે વિશ્લેષકો કહે છે કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપનું શાસન અને વહિવટી તંત્ર છે તેનો પૂરતો લાભ મળ્યો છે. ડાબેરી મોરચો આ ચૂંટણીના માધ્યમથી પોતાની તાકાત બતાવી શક્યો નથી. જ્યારે પશ્ચિમ બંગાળમાં વિજય બાદ બહાર ડગ માંડવા માટે અને રાષ્ટ્રીય ફલક પર છવાઈ જવા પ્રયાસ કરનાર મમતા દીદી અને તેમના પક્ષ માટે ત્રિપુરાની સ્થાનિક ચૂંટણીમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો જ ઘાટ થયો છે. ભાજપે ૨૦૧૮માં યોજાયેલી ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીમાં જે તાકાત મેળવી તે જાળવી રાખી છે. જ્યારે હવે ત્રિપુરામાં તો કોંગ્રેસને અસ્તિત્વ બચાવવા માટે પણ ફાંફા મારવા પડે તેવી સ્થિતિનું સર્જન કરી દીધું છે.

આ ચૂંટણી ભલે ત્રિપુરા વિધાનસભાની માત્ર ૨૦ કે ૩૦ બેઠકોને અસર કરતી હોય પરંતુ સ્થાનિક સ્તરે પોતાનો પગદંડો જમાવવામાં તો ભાજપને ભારે સફળતા મળી છે, તે વાત તો કહેવી જ પડે તેમ છે. પરંતુ વિધાનસભાની ચૂંટણી પર પણ તેની અસર થઈ શકે છે. ભાજપના તે નેતાઓ તો તેને પોતાની તરફેણમાં ઉભું થયેલું મોજુ ગણઆવે જ છે તો તેની સાથો સાથ ઘણા વિશ્લેષકો પણ કહે છે કે આ પરિણામોની ઉપેક્ષા પણ થઈ શકે તેમ નથી.

હિન્દુ ધર્મ / ચંદનની માળાથી મંત્રનો જાપ કરવાથી મળે છે શુભ ફળ, ગળામાં પહેરો છો તો આ વાતોનું ધ્યાન રાખો

નામકરણ / બોલવામાં સરળ અને અર્થપૂર્ણ હોવા જોઈએ બાળકોના નામ, આ ખાસ વાતોનું પણ ધ્યાન રાખો

હિન્દુ ધર્મ / લગ્નમાં કન્યાની માંગમાં સિંદૂર લગાવતી વખતે પંડિત આ મંત્રનો પાઠ કરે છે, જાણો તેનો ચોંકાવનારો અર્થ

Astrology / આ 5 રાશિના લોકો ખૂબ જ ગુસ્સાવાળા હોય છે

હિન્દુ ધર્મ / વર્ષનું છેલ્લુ લગ્ન મુહૂર્ત 13 ડિસેમ્બરે, ત્યારબાદ આગામી જાન્યુઆરી 2022માં મળશે શુભ મુહૂર્ત