ગુજરાત/ રાજ્યમાં આગામી બે દિવસ મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી, ખેડૂતોને 25 કરોડથી વધુ નુકસાન થવાની ભીતિ

અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હજુ પણ આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન….

Top Stories Gujarat Others
વરસાદની આગાહી

ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહીને લઈ બે દિવસથી અનેક જિલ્લાઓમાં વાતાવરણ વાદળછાયું અને ઠંડક ભર્યું છવાયું છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હજુ પણ આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. લો પ્રેશર નબળું પડ્યા બાદ વરસાદ વિરામ લેશે.આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ અને માવઠા એટલે કે કમોસમી વરસાદની આગાહી છે.

આ પણ વાંચો :પાવાગઢ માં 13 થી 18 ડિસે. સુધી બંધ રહેશે રોપ વે, જાણો શું છે કારણ

હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ અને માવઠા એટલે કે કમોસમી વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ માવઠાની આગાહી કરાઈ છે. જેને અનુલક્ષીને ખેડૂતોને પાક સંબંધિત કાળજી રાખવા માટે અમદાવાદ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.

આજે સૌથી વધારે છોટાઉદેપુરના બોડેલીમાં 23mm વરસાદ નોંધાયો છે. આ પછી નર્મદાના તિલકવાડામાં 19mm અને ગરુડેશ્વરમાં 19mm વરસાદ નોંધાયો છે. જ્યારે છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં 18mm અને છોટાઉદેપુર તાલુકામાં 18mm વરસાદ થયો છે. આ સિવાય સુરતના માંગરોળમાં અને વડોદરાના ડભોઈમાં 17mm વરસાદ થયો છે.

આ પણ વાંચો :સુરતમાં નશાના કારોબારનો પર્દાફાશ, ધો.9ના વિદ્યાર્થીઓની સ્કૂલ બેગમાંથી મળ્યું અફીણ

આ સિવાય દક્ષિણ ગુજરાતના ભરુચ, વલસાડ, ડાંગ અને તાપીમાં પણ સામાન્ય વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર લો પ્રેશરની અસર વર્તાઈ રહી છે, જેના લીધે માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપી છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ માછીમારોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

રાજ્યમાં ભરશિયાળે આવેલો વરસાદ ખેડૂતો માટે પાકની બરબાદી લઈને આવ્યો છે. શિયાળામાં માંડ માંડ ઉભો કરેલો ખેડૂતોનો પાક બરબાદ થયો છે. શાકભાજી, ઘઉં, કપાસ, શેરડીના પાકને નુકસાન થતા ખેડૂતો પાયમાલ થઈ શકે છે. સુરતમાં માવઠાના કારણે શેરડીની કાપણી અટકી પડતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. શેરડીને કાપીના હાલ સુગર મિલમાં પહોંચાડવાની હોય છે. પરંતુ હાલ વરસાદની સ્થિતિના કારણે કાપણી અટકી પડી છે. શેરડીની સાથે કપાસના પાકને પણ માવઠાના કારણે અસર પડી રહી છે. 40 હજાર એકરમાં કપાસની વાવણી કરવામાં આવી છે. જે હાલ બગડી રહ્યો હોવાથી ખેડૂતોને 25 કરોડ જેટલાનું નુકસાન થઈ શકે છે.

આજે રાજ્યના સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સાબરકાંઠા, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં વરસાદ થવાની આગાહી છે. જ્યારે 3 અને 4 ઓગસ્ટના રોજ રાજ્યના દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદર નગર હવેલીમાં વરસાદ થવાની આગાહી છે. આ પછી કમોસમી વરસાદ વિરામ લેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

વરસાદના કારણે અમદાવાદ શહેર ઠંડુંગાર બન્યું છે, શહેરોમાં હિલસ્ટેશન જેવો માહોલ ઉભો થયો છે અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અન્ય ભાગોમાં કમોસમી વરસાદના કારણે ખેતી અને ઉભા પાકને નુકસાન થવાની ફરિયાદો ઉઠી રહી છે.

આ પણ વાંચો :રાજકોટમાં હોટલના ચોથા માળેથી નીચે પટકાતા બાળકીનું મોત, CCTV આવ્યા સામે

આ પણ વાંચો : ગુજરાતના અનેક જગ્યાએ માવઠું, 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો :સાંકરદા ગામે આયુર્વેદિક સીરપની આડમાં લોકોને નશો પુરો પાડતી ફેક્ટરી ઝડપાઇ