વડોદરા/ સાંકરદા ગામે આયુર્વેદિક સીરપની આડમાં લોકોને નશો પુરો પાડતી ફેક્ટરી ઝડપાઇ

વડોદરાના સાંકરદા ગામે PCBએ દરોડા પાડ્યા હતા. આયુર્વેદિક સીરપની આડમાં આલ્કોહોલ બનાવતી કંપની પર PCBએ દરોડા પાડી 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Gujarat Vadodara
આયુર્વેદિક સીરપની

વડોદરાના સાંકરદા ગામે PCBએ દરોડા પાડ્યા હતા. આયુર્વેદિક સીરપની આડમાં આલ્કોહોલ બનાવતી કંપની પર PCBએ દરોડા પાડી 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો કંપનીની સુપર વાઈઝર સહિત પોલીસે 2 લોકોની અટકાયત કરી હતી. તો કંપનીનો માલિક નીતિન કોતવાણી હાલ ફરાઈ છે. મહત્વનું છે કે નીતિન કોતવાણી અગાઉ પણ ડુપ્લીકેટ સેનેટાઈઝર બનાવવાના ગુનામાં ઝડપાયો હતો.

આ પણ વાંચો :ઓમિક્રોનની દહેશત વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રાજ્યો સાથે કરી મહત્વની બેઠક

નીતિન કોટવાણી, પહેલા નકલી સેનિટાઇઝરના કેસમાં પણ ઝડપાયો હતો તે સાંકરદામાં આયુર્વેદિક દવાના નામે દારૂ બનાવીને તેનું વેચાણ કરે છે તેવી બાતમીના આધારે પીસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. બાતમી સાચી લાગતી બુધવારે દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતેના આ પ્લોટમાં દરોડો પાડયા હતા.

આ મામલે પીસીબી પીઆઈ જે.જે. પટેલના જણાવ્યા અનુસાર, પીસીબીની ટીમને બાતમી મળી હતી કે, સાંકરદા ખાતે આવેલ દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આયુર્વેદિક સિરપની આડમાં આલ્કોહોલિક સિરપ બનાવે છે. જે બાતમીના આધારે પીસીબીએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન સ્થળ પરથી આલ્કોહોલની ગંઘ આવી રહી હતી. જેને ધ્યાને લઈ સ્થળ પર રહેલ સિરપની બોટલના માર્કા જોવામાં આવ્યા હતા. જેમાં તામામ સિપરની બોટલ પર લખવામાં આવ્યું હતું કે આ આયુર્વેદિક સિરપ છે. આ ઉપરાંત બોટલ પર કોઈ કંપનીનું પણ નામ ન હતું.

આ પણ વાંચો :ચક્રવાતી તોફાન ‘જવાદ’ને ધ્યાનમાં રાખીને રેલવેએ 3 અને 4 ડિસેમ્બરે 95 ટ્રેનો રદ કરી

આ કેસમાં પોલીસે જણાવ્યું હતું કે, આયુર્વેદિક સિરપની બોટલ પર કાનકસવ અને શ્વાસવનું લેબલ લગાવ્યા બાદ તેમાં દારુ ભરવામાં આવતો હતો અને બાદમાં તેને માર્કેટમાં વેચાણ માટે મૂકાતો હતો. નશેબાજોમાં આ સિરપ ખૂબ ડિમાન્ડમમાં હતું, કાનકસવ ગટગટાવી નશો કરતા હોવાની વિગતો બહાર આવી હતી.

પોલીસના દરોડા દરમિયાન રૂપિયા 30 લાખનો દારુ તથા દારુ બનાવાની મશીનરી અને સાધનો માલસામાન મળીને કુલ 1 કરોડ રુપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તે સાથે કંપનીના ત્રણ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચો :દાહોદમાં બે વર્ષથી પીડાય રહેલ 35 વર્ષીય મહિલાના પેટમાંથી કાઢી 13 કિલોની ગાંઠ

આ પણ વાંચો : ભાટીયા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીનું પરાક્રમ, આચર્યું કરોડો રૂપિયાનું કૌભાંડ

આ પણ વાંચો : કુવાડવા રોડ પર નાના ભાઈએ કરી મોટા ભાઈની હત્યા, કારણ જાણી આવશે ગુસ્સો