Loksabha Election 2024/ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટેના પ્રચાર પડઘમ શાંત

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટેના પ્રચાર પડઘમ રવિવારે રાત્રે સાંજે છ વાગે શાંત થઈ ગયા છે. સાતમી મેના રોજ ત્રીજા તબક્કામાં સમગ્ર દેશમાં કુલ 94 બેઠકો માટે મતદાન થવાનું છે.

Top Stories Gandhinagar Gujarat
Beginners guide to 4 1 લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટેના પ્રચાર પડઘમ શાંત

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટેના પ્રચાર પડઘમ રવિવારે રાત્રે સાંજે છ વાગે શાંત થઈ ગયા છે. સાતમી મેના રોજ ત્રીજા તબક્કામાં સમગ્ર દેશમાં કુલ 94 બેઠકો માટે મતદાન થવાનું છે. તેમા ગુજરાતમાં 25 બેઠકો માટે મતદાન થવાનું છે. પ્રથમ બે તબક્કા માટે 19 અને 26મી એપ્રિલના રોજ મતદાન થઈ ચૂક્યું છે.

ગુજરાતની 26માંથી 25 બેઠક માટે પ્રચારપડઘમ શાંત થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની સુરતની બેઠક કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાના પગલે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે.

ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોની સાથે-સાથે વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે. આ બેઠક મુખ્યત્વે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયેલા વિધાનસભ્યોની ખાલી પડેલી બેઠકોના લીધે આ ચૂંટણી યોજાવવાની છે. આ બેઠકોમાં પોરબંદર,વિજાપુર, ખંભાત, માણવદર અને વાઘોડિયા બેઠકોનો સમાવેશ થાય છે.

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, દિગ્વિજયસિંહ, ડિમ્પલ યાદવ, સુપ્રિયા સુળે સહિત અનેક મોટાભાગના ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે. દેશની લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠક માટે મતદાન થયું હતું. જ્યારે બીજા તબક્કામાં 86 બેઠક માટે મતદાન થયું હતું.

ગુજરાતમાં પણ વિવિધ 25 બેઠકો પરના ઉમેદવારોના પ્રચાર અભિયાનનો અંત આવી ગયો છે. કેન્દ્રીય પ્રધાન અમિત શાહ એપ્રિલમાં બે વખત આવી પ્રચાર કરી ગયા છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સળંગ બે દિવસ ગુજરાતમાં પ્રચાર કર્યો હતો. તેમની સાથે સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અંબાજીમાં મારબલ ફેકટરીમાં CGSTના દરોડા, રૂ. 20 કરોડની ચોરી પકડાઇ

આ પણ વાંચો:પાટણમાં રાધનપુર હાઈવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત

આ પણ વાંચો:શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ કમિશ્નર દ્વારા ખાસ માઈક્રોપ્લાનિંગ

આ પણ વાંચો:મતદાનના દિવસે હીટવેવની આગાહી, 44 ડિગ્રીએ પહોંચી શકે ગરમી