Lok Sabha Election 2024/ જામનગરમાં માડમ V/S મારવિયા વચ્ચે જંગ..!

જામનગર લોકસભા બેઠક પર જે.પી. મારવિયા હાલ જીલ્લા પંચાયતના વિપક્ષના નેતાને ફોન પર જાણકારી અપાઈ છે. જે.પી.મારવિયા જીલ્લા પંચાયતની કાલાવડની સીટ જીત્યા હતા.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 03 13T141541.978 જામનગરમાં માડમ V/S મારવિયા વચ્ચે જંગ..!

લોકસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહ્યા છે. કોંગ્રેસે ગઈકાલે ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી હતી. જેમાં ગુજરાતની 7 બેઠકોના ઉમેદવારના નામ જાહેર કરાયા હતા. ત્યારે આજે જામનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે જે.પી.મારવિયાના નામ પર મહોર લાગવાનું લગભગ નક્કી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસ દ્વારા જામનગર લોકસભા બેઠક પર જે.પી. મારવિયા હાલ જીલ્લા પંચાયતના વિપક્ષના નેતાને ફોન પર જાણકારી અપાઈ છે. જે.પી.મારવિયા જીલ્લા પંચાયતની કાલાવડની સીટ જીત્યા હતા.

આ ચર્ચાએ જામનગરમાં જોર પકડ્યું છે કે કોંગ્રેસ પાર્ટી પાટીદારને ટિકિટ આપશે. જે.પી. મારવિયાને ચૂંટણી લડવા માટે હાઈકમાન્ડ દ્વારા આદેશ આપવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે, સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે. જેપી જામનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે. મારવિયાની પસંદગી થાય તેવી શક્યતા છે.

કોણ છે જે.પી મારવિયા

જે.પી. મારવિયા કાલાવડ તાલુકાના નીકાવા ગામના વતની છે. જામનગર જિલ્લા પંચાયતની કાલાવડ બેઠકના તેઓ સભ્ય છે. તેમજ હાલ જામનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા છે. કાલાવડ માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર પણ છે. ભાજપના આહીર ઉમેદવાર પૂનમબેન માડમ સામે કોંગ્રેસે પાટીદાર ચહેરો એવા જે.પી. મારવિયાને મેદાનમાં ઉતારે તેવી શક્યતા જોવા મળી રહી છે.

ગુજરાતના કોંગ્રેસના 7 ઉમેદવારોના નામની જાહેર

  • બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને મળી ટિકિટ
  • અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણાને ટિકિટ
  • અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તાને ટિકિટ
  • બારડોલીથી સિધાર્થ ચૌધરીને મળી ટિકિટ
  • વલસાડથી અનંત પટેલ કોંગ્રેસના ઉમેદવાર
  • પોરબંદરથી લલિત વસોયાને મળી ટિકિટ
  • કચ્છથી નીતિશ લાલણને ટિકિટ મળી

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 24 ઉમેદવારો જાહેર, જુઓ કોણ ક્યાંથી લડશે ચૂંટણી

આ પણ વાંચો:કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી તક

આ પણ વાંચો:ભારતીય જળસીમામાંથી પોણા પાંચસો કરોડનું ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો:ઘરકંકાસમાં માસૂમનો શું વાંક? પિતાએ જ કરી દીકરાની હત્યા