Not Set/ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીનાં વેચાણમાં આવ્યો ઘટાડો, મિની કાર સેગમેન્ટમાં જોવા મળી નિરાશા

દેશમાં ગાડીઓની વાત કરવામાં આવે એટલે મોટાભાગનાં લોકોનાં મોંઢે એક કંપની મારુતિ સુઝુકીનું નામ પહેલા આવશે. દેશમાં મધ્યમ વર્ગની વાત કરીએ તો મારુતિ સુઝુકીની ગાડીઓ લોકો સૌથી વધુ પસંદ કરે છે. દેશમાં સૌથી વધુ ગાડીઓ વેચાણ કરતી કંપની હોય તો તેમા મારુતિ સુઝુકીનું નામ મોખરે આવે છે. પરંતુ તાજેતરમાં આવેલા આંકડાઓ મુજબ મારુતિ સુઝુકી કંપનીની […]

Top Stories Tech & Auto
car maruti1 દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીનાં વેચાણમાં આવ્યો ઘટાડો, મિની કાર સેગમેન્ટમાં જોવા મળી નિરાશા

દેશમાં ગાડીઓની વાત કરવામાં આવે એટલે મોટાભાગનાં લોકોનાં મોંઢે એક કંપની મારુતિ સુઝુકીનું નામ પહેલા આવશે. દેશમાં મધ્યમ વર્ગની વાત કરીએ તો મારુતિ સુઝુકીની ગાડીઓ લોકો સૌથી વધુ પસંદ કરે છે. દેશમાં સૌથી વધુ ગાડીઓ વેચાણ કરતી કંપની હોય તો તેમા મારુતિ સુઝુકીનું નામ મોખરે આવે છે. પરંતુ તાજેતરમાં આવેલા આંકડાઓ મુજબ મારુતિ સુઝુકી કંપનીની ગાડીઓમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા મહિનાની વાત કરીએ તો મે મહિનામાં કંપનીનાં વેચાણમાં 22 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

maruti suzuki discount 660 120618022901 030619092412 દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીનાં વેચાણમાં આવ્યો ઘટાડો, મિની કાર સેગમેન્ટમાં જોવા મળી નિરાશા

મારુતિ સુઝુકીની મે મહિનામાં માત્ર 1,34,641 ગાડીઓ વેચાઇ હતી. આ વર્ષની સરખામણીમાં ગત વર્ષે મે મહિનામાં કંપનીએ 1,72,512 ગાડીઓનું વેચાણ કર્યુ હતુ. જો કે કંપનીની ગાડીઓનું વેચાણ એપ્રિલ મહિનામાં પણ સારુ રહ્યુ હતુ.

મધ્યમ સાઇઝની સેડાન કાર વેચાણમાં ઘટાડો

car maruti દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીનાં વેચાણમાં આવ્યો ઘટાડો, મિની કાર સેગમેન્ટમાં જોવા મળી નિરાશા

આ વર્ષે એપ્રિલ મહિનામાં મારુતિ સુઝુકીની સિયાઝ કારનાં વેચાણમાં ઘટાડો જોવા મળ્યો હતો. જે મે મહિનામાં પણ યથાવત રહ્યો હતો. ગત મહિને કંપનીની સિયાઝનાં માત્ર 3,592 યૂનિટ જ વેચાયા હતા. જ્યારે ગયા વર્ષે સમાન સમયગાળામાં આ આંકડો 4000 યૂનિટથી પણ વધુ રહ્યો હતો. આ સિવાય એસ-ક્રોસ, વિટારા બ્રેઝા અને અર્ટિગાનાં યુટિલિટી વાહન સેગમેન્ટમાં, કંપનીએ મે મહિનામાં માત્ર 19,152 વાહનોનું વેચાણ કર્યું હતું, જે વેચાણમાં 25.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

મિની કાર સેગમેન્ટમાં લાગ્યો મોટો ઝટકો

ગયા મહિને મારુતિ સુઝુકીનું સ્થાનિક વેચાણ 23.1 ટકા ઘટીને 1,25,552 ગાડીઓ થયુ હતુ. ગયા મહિને સમાન સમયગાળામાં કંપનીએ સ્થાનિક બજારમાં 1,63,200 વાહનોનું વેચાણ કર્યુ હતુ. મારુતિ સુઝુકીને સૌથી મોટો ઝટકો મિની સેગમેન્ટમાં લાગ્યો છે. આ સેગમેન્ટમાં કંપની પોતાની ઓલ્ટો અને વેગન આરને વેચે છે. મિની કારનું વેચાણ 56.7 ટકા ઘટીને 16,394 યૂનિટ થઇ ગયુ છે. જો ગયા વર્ષની સમાન સમયગાળાની વાત કરીએ તો ત્યારે કંપનીએ ઓલ્ટો અને વેગન આરની કુલ 37, 864 યૂનિટનું વેચાણ કર્યુ હતુ.

altyo and wagonr દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીનાં વેચાણમાં આવ્યો ઘટાડો, મિની કાર સેગમેન્ટમાં જોવા મળી નિરાશા

સામાન્ય વર્ગનાં લોકો માટે દેશની સૌથી ભરોસેમંદ કહેવાતી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીનાં વેચાણમાં સમય જતા ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને લઇને કંપનીની ચિંતાઓ વધી ગઇ છે. આજે દેશમાં ઘણી કાર નિર્માતા કંપનીઓ છે. દરેક પોતાની કંપનીનાં વેચાણમાં વધારો લાવવા ગાડીઓમાં બદલાવ કે કોઇ ઓફર લાવતા રહે છે. જો કે આ મામલે મારુતિ સુઝુકી પણ આગળ રહી છે પરંતુ આ વખતે કંપનીની મોટા ભાગની કાર સેગમેન્ટમાં ઘટાડો જોવા મળતા આવતા સમયમાં કંપની કોઇ મોટો નિર્ણય લે તો કોઇ નવાઇ નહી.