Not Set/ ઈરાને બ્રિટીશ ઓઇલ ટેન્કર “સ્ટેના ઇમ્પેરો” સાથે ભારતીય ક્રૂની પણ કરી અટકાયત

હોરમુઝની ખાડીમાં અમેરીકા અને ઇરાન વચ્ચે વધી રહેલા તાણનાં કારણે અનેક દેશોનાં ટેન્શનમાં વધારો થઇ રહ્યો છે. અમેરીકા દ્વારા કાલે જાહેરાત કરવામા આવી કે તેમણે ઇરાનનાં જાસૂસી ડ્રોન વિમાનને ઉડાવી દીધું છે. તો આજે ઇરાન દ્વારા બે બ્રિટીશ ઓઇલ ટેન્કરોને આંતરરાષ્ટ્રીય નિયમોનાં ઉલ્લંધન કર્યાનો હવાલો આપી સીઝ કરી દેવામા આવ્યા છે. ઇરાન દ્વારા આ બીજી […]

Top Stories World
British oil tanker ઈરાને બ્રિટીશ ઓઇલ ટેન્કર "સ્ટેના ઇમ્પેરો" સાથે ભારતીય ક્રૂની પણ કરી અટકાયત

હોરમુઝની ખાડીમાં અમેરીકા અને ઇરાન વચ્ચે વધી રહેલા તાણનાં કારણે અનેક દેશોનાં ટેન્શનમાં વધારો થઇ રહ્યો છે. અમેરીકા દ્વારા કાલે જાહેરાત કરવામા આવી કે તેમણે ઇરાનનાં જાસૂસી ડ્રોન વિમાનને ઉડાવી દીધું છે. તો આજે ઇરાન દ્વારા બે બ્રિટીશ ઓઇલ ટેન્કરોને આંતરરાષ્ટ્રીય નિયમોનાં ઉલ્લંધન કર્યાનો હવાલો આપી સીઝ કરી દેવામા આવ્યા છે.

ઇરાન દ્વારા આ બીજી વખત બ્રિટીશ ઓઇલ ટેન્કરને ઝપ્ત કરવામા આવ્યું હોવાથી બ્રિટન સરકાર પણ આકરા પણીએ જોવા મળી રહી છે. આમ ગલ્ફ ઓફ હોરમુઝમાં તણાવની સ્થિતિમાં વધુ સ્ફોટકતા જોવામા આવી રહી છે.

British oil tanker Stena Impero ઈરાને બ્રિટીશ ઓઇલ ટેન્કર "સ્ટેના ઇમ્પેરો" સાથે ભારતીય ક્રૂની પણ કરી અટકાયત

તો આ તરફ ઇરાને જે બ્રિટીશ ઓઇલ ટેન્કર “સ્ટેના ઇમ્પેરો”ને ઝપ્ત કર્યું છે તેનાં ક્રૂ મેમ્બરો ભારતીય હોવાનું સામે આવતા, હવે ભારતે પણ આ વિવાદનો સક્રિય ભાગ બન્યુંં છે. ઇરાન દ્વારા ઓઇલ ટેન્કરની સાથે સાથે ભારતીય ક્રૂની પણ કરી અટકાયત કરવામા આવી છે.

ઈરાની સત્તાવાળાઓ દ્વારા ઓઇલ ટેન્કર સ્ટેના આઇપેરો સાથે ભારતીય ક્રૂ સભ્યોની અટકાયત પર વિદેશ મંત્રાલય (MEA) દ્રારા માહિતી આપવામા આવી છે કે અમે આ મામલે વધુ વિગતો ચકાસી રહ્યા છીએ. અમારું મિશન ભારતીય નાગરિકોને પ્રાથમિકતાથી રીલીઝ કરાવવા અને રિપ્રેટ્રેશન દ્વારા સુરક્ષિત કરવાનું છે. આ મામલે ઈરાન સરકાર સાથે સંપર્ક કરવામા આવ્યો છે. અને વાટાઘાટો શરુ કરી દેવામા આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.