Not Set/ ફિલ્મ “જબરીયા જોડી” ની ટીમ આવી રહી છે અમદાવાદ

અમદાવાદ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરા અભિનિત ફિલ્મ “જબરિયા જોડી” તેની અલગ સ્ટોરીના લીધે દર્શકોનું ધ્યાન મેળવામાં સફળ રહી છે. આ ફિલ્મ રિલીઝથી થોડાજ દિવસ દૂર છે, જેમાં સિદ્ધાર્થ અને પરિણીતી ફિલ્મ પ્રમોશનમાં કોઈ પણ કસર નથી છોડી રહ્યા. આ  ફિલ્મ બિહારના નાનકડા ગામમાં ‘પકડવા વિવાહ’ નામની એક પ્રથાપરથી બનાવાઇ છે. એટલે આ ફિલ્મ ની […]

Ahmedabad Gujarat Entertainment
arm 8 ફિલ્મ "જબરીયા જોડી" ની ટીમ આવી રહી છે અમદાવાદ

અમદાવાદ,

સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરા અભિનિત ફિલ્મ “જબરિયા જોડી” તેની અલગ સ્ટોરીના લીધે દર્શકોનું ધ્યાન મેળવામાં સફળ રહી છે. આ ફિલ્મ રિલીઝથી થોડાજ દિવસ દૂર છે, જેમાં સિદ્ધાર્થ અને પરિણીતી ફિલ્મ પ્રમોશનમાં કોઈ પણ કસર નથી છોડી રહ્યા.

આ  ફિલ્મ બિહારના નાનકડા ગામમાં ‘પકડવા વિવાહ’ નામની એક પ્રથાપરથી બનાવાઇ છે. એટલે આ ફિલ્મ ની સ્ટોરી ને ધ્યાન મા રાખતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરા ફિલ્મ પ્રમોશન માટે પણ એજ આઈડિયા યુસ કરવા માટે તૈયાર છે.

આ પ્રમોશનલ પ્લાન માટે “જબરીયા જોડી” દેશ ના બધા શહેરના એલિજિબલ બેચલર નું અપહરણ કરશે જેને શોધવા માટે ફિલ્મની ટિમ અમદાવાદ, ઇન્દોર અને પટના શહેર જવા માટે તૈયાર છે.

ફિલ્મ ના એકટર્સ આવતા રવિવાર એ અમદાવાદ આવી રહ્યા છે. જ્યાં તે અપહરણ કરવાની યોજના બનાવી રહ્યા છે.
તૈયાર રહો કારણકે આ “જબરીયા જોડી” સૌથી એલિજિબલ બેચલર ને કિડનેપ કરવા આવી રહ્યા છે આપણા શહેર અમદાવાદ

સિધ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપડાની ફિલ્મ ‘જબ્બરીયા જોડી’ બીજી ઓગષ્ટના રિલીઝ થવાની છે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.