Not Set/ જામનગર: મનપાની ફૂડ શાખાના દરોડા યથાવત્,ભેળસેળ કરતાં વિક્રેતાઓમાં ફફડાટ

જામનગર, જામનગરમાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા દ્વારા સત્તત ત્રીજા દિવસે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગના ત્રીજા દિવસે ફૂડ વિભાગ દ્વારા કાલાવાડ રોડ પર આવેલી દૂધની નાની મોટી ડેરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને છૂટક તેમજ પેકિંગ દૂધના સેમ્પલો લીધા હતા. આ દૂધના સેમ્પલો લઇને ફૂડ વિભાગે વડોદરા ખાતે આવેલી ફૂડ વિભાગની લેબમાં મોકલ્યા  […]

Top Stories Gujarat Others
mantavya 261 જામનગર: મનપાની ફૂડ શાખાના દરોડા યથાવત્,ભેળસેળ કરતાં વિક્રેતાઓમાં ફફડાટ

જામનગર,

જામનગરમાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા દ્વારા સત્તત ત્રીજા દિવસે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગના ત્રીજા દિવસે ફૂડ વિભાગ દ્વારા કાલાવાડ રોડ પર આવેલી દૂધની નાની મોટી ડેરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને છૂટક તેમજ પેકિંગ દૂધના સેમ્પલો લીધા હતા.

આ દૂધના સેમ્પલો લઇને ફૂડ વિભાગે વડોદરા ખાતે આવેલી ફૂડ વિભાગની લેબમાં મોકલ્યા  હતા. લેબમાં મોકલેલા સેમ્પલ હવે 20 થી 25 દિવસ બાદ આવશે. જો રિપોર્ટમાં ભેળસેળ હોવાનુ્ં સામે આવશે તો આરોગ્ય વિભાગ દ્વારા દૂધના વિક્રેતાઓ વિરુદ્ઘ પગલા ભરવામાં આવશે તેમ ફૂડવિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

સુપર ડેરી ફાર્મ, ક્રિષ્ના ડેરીમાં ફૂડ શાખાના અધિકારીઓ ત્રાટક્યા હતા અને ચેકિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. જેને લઈને દૂધ ના વિક્રેતાઓમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો..

આ બંને ડેરીઓ માથી ફૂડ શાખાના અધિકારીઓએ દૂધના નમૂના એકત્રિત કરી વડોદરા ખાતે આવેલી ફૂડ વિભાગની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે અને 20 થી 25 દીવસ બાદ લેબના રિપોર્ટ આવ્યા મુજબ ભેળસેળ કરતાં વિક્રેતાઑ જણાશે તો તેને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારી જણાવ્યુ હતું.

જો કે મહત્વ ની વાત તો એ છે કે હજુ સુધી જામનગર મનપાની  ફૂડ શાખા રિપોર્ટ માં કોઈ ભેળસેળ કરતાં નજરે ચડ્યા નથી. તો શું ફૂડ શાખાના અધિકારીઓ દેખાવ પૂરતી કામગીરી કરે છે? શું ભેળસેળ કરતાં વિક્રેતાઓ અને ફૂડ વિભાગના અધિકારીઓની મિલીભગત છે ? આવા અનેક સવાલો શહેરના લોકો વચ્ચે હાલ તો ચર્ચાઇ રહ્યા છે.