Viral/ અમદાવાદ મનપાની ટિકિટ કેટલામાં વેચાઈ ? વાઇરલ પત્રમાં કોંગ્રેસના નેતા ઉપર ટીકીટ વેચવાનો સનસનીખેજ આક્ષેપ

અમદાવાદ મનપાની ટિકિટ કેટલામાં વેચાઈ ? વાઇરલ પત્રમાં કોંગ્રેસના નેતા ઉપર સનસનીખેજ આક્ષેપ

Top Stories Ahmedabad Gujarat
ગાઝીપુર 11 અમદાવાદ મનપાની ટિકિટ કેટલામાં વેચાઈ ? વાઇરલ પત્રમાં કોંગ્રેસના નેતા ઉપર ટીકીટ વેચવાનો સનસનીખેજ આક્ષેપ

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યુગલ વાગી રહ્યા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાં ટીકીટ માટે ખેચતાણ જોવા મળી રહી છે. કોંગ્રેસમાં હંમેશાથી ટીકીટ વહેચણી એક માથાના દુખાવા જેવી રહી છે. હર હંમેશ ટીકીટ વહેચણી બાદ કોંગ્રેસમાં વિવાદના વંટોળ ઉભા થાય છે.

ત્યારે હાલમાં પણ એક પત્ર વાઈરલ થઇ રહ્યો છે. આ વાઇરલ પત્રએ કોંગ્રેસમાં કેટલાક નવા વિવાદ ઉત્પન્ન કર્યા છે. વાઇરલ પત્રમાં સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યા છે. વાઈરલ પત્ર પ્રભારી રાજીવ સાતવને સંબોધીને લખવામાં આવ્યો છે. જેમાં ગુજરાત કોંગ્રેસમાં મનપાની ચૂંટણીમાં ટીકીટ વેચાઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગુજરાત પ્રભારી રાજીવ સાતવને સંબોધીણે વાઈરલ પત્રમાં  અમદાવાદ મનપાની ટિકિટ વેચાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાઈરલ પત્રમાં 3 થી 8 લાખમાં વેચાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ પર ટીકીટ વેચી હોવાના પણ આક્ષેપ  કરવામાં આવ્યા છે. તો સાથે આ અંગે તમામ બાબતો પર જલ્દી કામ કરવા માંગ પણ કરવામાં આવી છે.

Political / ચૂંટણીમાં ઉમેદવારી માટે BJPનાં નવા માપદંડ વડોદરામાં અનેક નેતાઓને પડશે ભારે, જાણો કોને-કોને નહિ મળે ટીકીટ

Election / અમદાવાદ મનપાની કેટલીક બેઠકો માટે કોંગ્રેસમાં હર હંમેશની જેમ આ વખતે પણ કકળાટ…?

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો