- વડાપ્રધાન મોદી આજે ગુજરાતમાં – આવી છે મુલાકાતની રુપરેખા
- ધોરડોમાં રિનયુએબલ એનર્જી પાર્કનું 2 વાગ્યે ખાતમુહૂર્ત
- પછી માંડવીમાં ડિસેલીનેશન પલાન્ટનું પણ ખાતમુહૂર્ત
- PM ડિસેલીનેશન પલાન્ટનું કરશે વર્ચ્યુલ ભૂમિપૂજન
- મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ રહેશે હાજર
- 30હજાર મેગાવોટના હાઇબ્રિડ એનર્જી પાર્કનું વર્ચ્યુલ ભૂમિપૂજન
- સરહદ ડેરીના દૂધના ચિલિંગ પ્લાન્ટનું પણ કરશે ભૂમિપૂજન
- 2 લાખ લીટર દૂધનો ચિલિંગ પલાન્ટ થશે તૈયાર
- રૂ. 129 કરોડના સ્વયં સંચાલિત ડેરી પલાન્ટ નું કરશે ડીજીટલ ભૂમિપૂજન
- કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘનો છે આ ડેરી પલાન્ટ
- પીએમ માટે ટેન્ટ સિટીમાં ઉભો કરાયો ખાસ ડોમ
- આ ડોમમાંથી વિકાસ કાર્યોનું કરશે ભૂમિપૂજન
- ધોરડોમાં પંજાબી ખેડૂતો સાથે PM કરશે વાર્તાલાપ
- કચ્છના હસ્તકલા કારીગરોને પણ પીએમ મળશે
- ભૂકંપગ્રસ્તોની સ્મૃતિ માં ભુજમાં બની રહેલા મેંમોરિયલ પાર્કની કરશે સમીક્ષા
Corona Virus Alert / UKમાં મળ્યો કોરોનાનો નવો પ્રકાર, વધુ ઘાતક અને ઝડપી પ્રસાર સા…
PM મોદી કચ્છનાં ધોરડોમાં રિનયુએબલ એનર્જી પાર્કનું 2 વાગ્યે ખાતમુહૂર્ત કરશે. બાદમાં 1600 કીમી લાબો દરિયાકિનારો ધરાવતાં ગુજરાતનાં કચ્છનાં દરિયાકાંઠે માળિયા નજીક તૈયાર થનારા દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવવાના 60 એકર જમીનમાં દરિયાના ખારા પાણીને મીઠું કરવાના ડી-સેલીનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન-ખાતમૂહર્ત વિધિવત રીતે કરશે. જો કે અહી PM મોદી વર્ચ્યુલ ભૂમીપૂજન કરશે અને PMનાં પ્રતિનીધિ તરીકે ગુદીયાળી ખાતે મંત્રી કુંવરજી બાવળીયા હાજર રહેશે.
આપને જણાવી દઇએ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના ધોરડોની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ડીસેલિનેશન પ્લાન્ટની સાથે સાથે ગુજરાત માટે અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. 30હજાર મેગાવોટના હાઇબ્રિડ એનર્જી પાર્કનું વર્ચ્યુલ ભૂમિપૂજન, રૂ. 129 કરોડના સ્વયં સંચાલિત સરહદ ડેરીના 2 લાખ લીટર દૂધનાં ચિલિંગ ડેરી પલાન્ટનું ડીજીટલ ભૂમિપૂજન, સાથે સાથે ધોરડોમાં પંજાબી ખેડૂતો સાથે વાર્તાલાપ અને કચ્છના હસ્તકલા કારીગરોને પણ પીએમ મળશે. તો ભૂકંપગ્રસ્તોની સ્મૃતિ માં ભુજમાં બની રહેલા મેંમોરિયલ પાર્કની સમીક્ષા કરશે.
farmer protest / કેન્દ્ર સરકારને અન્ના હજારેની ચેતવણી, કહ્યુ- જો ખેડૂતોનું આં…
વડાપ્રધાનની કચ્છ મુલાકાતને લઈ કચ્છમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે..ભુજથી ધોરડો જતા માર્ગમાં વચ્ચે આવતા તમામ રિસોર્ટ ખાલી કરાવાયા છે. તો અનેક સ્થળે પોલીસ બંદોબસ્ત અને એસપીજી જવાનો ગોઠવાયા છે.
આ પણ જુઓ – કચ્છના ધોરડો ખાતે PM કરશે વર્ચુઅલ ભૂમિપૂજન
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…