assembly elections 2023/ મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં આજે ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે થશે મતદાન

વિધાનસભા ચૂંટણીમાં શિવરાજસિંહ ચૌહાણ, કમલનાથ, નરોત્તમ મિશ્રા, પ્રહલાત પટેલ, રીતિ પાઠક, કૈલાશ વિજયવર્ગીય, રાકેશ સિંહ, ગણેશ સિંહ અને દિગ્વિજયસિંહના પુત્ર જયવર્ધન સિંહ જેવા દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે. પરિણામના દિવસે ચૂંટણીમાં આ મહાનુભાવાની હાર કે જીત થયાનું સામે આવશે.

Top Stories India
મનીષ સોલંકી 6 મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં આજે ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે થશે મતદાન

મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં આજે મતદાનની શરૂઆત થઈ ગઈ છે. આજે મધ્યપ્રદેશમાં 230 બેઠકો પર મતદાન થશે. મધ્યપ્રદેશમાં 2 હજાર 533 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. મધ્યપ્રદેશની સાથે આજે છત્તીસગઢમાં પણ મતદાન કરવામાં આવશે. જો કે બંને રાજ્યોમાં મતદાન સમય અલગ-અલગ રાખવામાં આવ્યો છે. મધ્યપ્રદેશમાં સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે.  પરંતુ  બંને રાજયોમાં નકસલ પ્રભાવિત વિસ્તારોમાં સવારના 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી મતદાન જ થઈ શકશે.

230 બેઠકો પર થશે મતદાન

મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યમાં કુલ 230 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આ બેઠકોમાંથી 148 સામાન્ય બેઠકો, 35 SC અને 47 ST બેઠકો છે. 230 બેઠકો પરથી તમામ પક્ષોના કુલ 2533 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 2280 પુરૂષ અને 252 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. અને એક ઉમેદવાર ત્રીજા લિંગનો છે. જ્યારે મતદારોની સંખ્યાની વાત કરીએ તો કુલ 5,60,58,521 મતદાતા છે. જેમાં 2,87,82,261 પુરુષ મતદારો, 2,71,99,586 સ્ત્રી મતદારો અને 1292 ત્રીજા લિંગના મતદારોનો સમાવેશ થાય છે. 18 થી 19 વર્ષની વયના મતદારોની સંખ્યા 22,34,861 છે. 80+ મતદારોની સંખ્યા 6,37,382 છે અને 100+ મતદારોની સંખ્યા 4901 છે.

વિધાનસભા ચૂંટણીમાં શિવરાજસિંહ ચૌહાણ, કમલનાથ, નરોત્તમ મિશ્રા, પ્રહલાત પટેલ, રીતિ પાઠક, કૈલાશ વિજયવર્ગીય, રાકેશ સિંહ, ગણેશ સિંહ અને દિગ્વિજયસિંહના પુત્ર જયવર્ધન સિંહ જેવા દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે. પરિણામના દિવસે ચૂંટણીમાં આ મહાનુભાવાની હાર કે જીત થયાનું સામે આવશે.

મતદાનને લઈને ચુસ્ત બંદોબસ્ત

રાજ્યમાં ચૂંટણીના મતદાનને લઈને ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સંવેદનશીલ મથકો પર વધુ સુરક્ષાકર્મીઓને તૈનાત કરાયા છે.  એમપીમાં કુલ મતદાન મથકોની સંખ્યા 64626 છે. તેમાંથી 17032 ક્રિટિકલ પોલિંગ સ્ટેશન છે. સંવેદનશીલ મતદાન મથકો 1316 છે. 5160 કેન્દ્રો પર મહિલા સ્ટાફ રહેશે. કેન્દ્રોમાં 183 વિકલાંગ કર્મચારીઓ રહેશે. 57 ગ્રીન બૂથ પણ બનાવવામાં આવ્યા છે. . વેબકાસ્ટિંગ અને સીસીટીવી દ્વારા 42000 મતદાન મથકો પર નજર રાખવામાં આવશે. 23510 વાહનોમાં જીપીએસ ડિવાઇસ લગાવવામાં આવ્યા છે. 100 મીટરની અંદર કોઈપણ પ્રકારની સામગ્રીનો પ્રચાર કે પોસ્ટિંગ કરવામાં આવશે નહીં. 847 ફ્લાઈંગ સ્ક્વોડ ટીમ. 997 સ્ટેટિક સર્વેલન્સ ટીમ, 1 એર એમ્બ્યુલન્સ, 2 હેલિકોપ્ટર પણ તૈનાત રહેશે. રાજયમાં ચૂંટણીને લઈને સુરક્ષા માટે 700 CAPF અને 2 લાખ પોલીસ દળોની એક કંપની તૈનાત કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં આજે ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે થશે મતદાન


આ પણ વાંચો : Israel Hamas War/ ગાઝામાં 11 હજારથી વધુ પેલેસ્ટાઈનના મોત, 2700થી વધુ ગુમ

આ પણ વાંચો : Jammu Kashmir/ કાશ્મીરના કુલગામમાં સેનાએ 3 આતંકીઓને ઠાર માર્યા, સર્ચ ઓપરેશન ચાલુ

આ પણ વાંચો :Lok Sabha Election 2024/ માધુરી દીક્ષિત લડી શકે છે લોકસભા ચૂંટણી, શું ભાજપ આ દિગ્ગજ નેતાની ટિકિટ કાપશે?