Not Set/ અમીત શાહ-CM કેજરીવાલ બેઠક/ દિલ્હીને મળશે 500 રેલ્વે કોચ, ટેસ્ટિંગમાં કરવામા આવશે વધારો

રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનાં કારણે હાલત વધુ ખરાબ થઈ રહી છે. જેના કારણે રવિવારે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. રાજ્યપાલ અનિલ બૈજલ પણ ત્યાં હાજર હતા. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. જે અંતર્ગત દિલ્હીમાં તપાસની સંખ્યામાં વધારો કરવામાં આવશે. તેમજ હાઈટેક […]

India
8ed604fb1d993aea9ffdcd605edaa073 અમીત શાહ-CM કેજરીવાલ બેઠક/ દિલ્હીને મળશે 500 રેલ્વે કોચ, ટેસ્ટિંગમાં કરવામા આવશે વધારો
8ed604fb1d993aea9ffdcd605edaa073 અમીત શાહ-CM કેજરીવાલ બેઠક/ દિલ્હીને મળશે 500 રેલ્વે કોચ, ટેસ્ટિંગમાં કરવામા આવશે વધારો

રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનાં કારણે હાલત વધુ ખરાબ થઈ રહી છે. જેના કારણે રવિવારે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. રાજ્યપાલ અનિલ બૈજલ પણ ત્યાં હાજર હતા. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. જે અંતર્ગત દિલ્હીમાં તપાસની સંખ્યામાં વધારો કરવામાં આવશે. તેમજ હાઈટેક રેલ્વે કોચમાં બેડની તંગીને પહોંચી વળવા સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

ગૃહ મંત્રાલયનાં અધિકારીઓનાં જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર દિલ્હીને 500 રેલ્વે કોચ આપશે. તેમાં કોરોના દર્દીઓની સારવાર માટેની તમામ સુવિધાઓ હશે. જે બાદ રાજધાની દિલ્હીમાં બેડનો અભાવ ઘણી હદ સુધી કાબૂમાં આવશે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, રેલ્વેએ તેના કોચને આઇસોલેશન વોર્ડમાં પહેલેથી જ રૂપાંતરિત કરી દીધો હતો. આ સાથે, આ કોચને કોવિડ-19 સારવાર કેન્દ્ર તરીકે પણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રેલ્વેનાં જણાવ્યાં અનુસાર તેમાં સારવારથી સંબંધિત તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.

આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન પણ હાજર હતા. તેમણે રાજધાનીની પરિસ્થિતિ વિશે વિસ્તૃત માહિતી પણ લીધી. તેઓએ વધુ ટેસ્ટિંગની સુવિધાઓ પૂરી પાડવા જણાવ્યું છે. બેઠક બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ સંદર્ભે એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું છે કે બેઠકમાં કેન્દ્ર અને દિલ્હી સરકારે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. અમે સાથે મળીને કોરોના સામે લડીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.