Not Set/ નિકાહ હલાલાને કોર્ટમાં પડકાર: ઇસ્લામિક વિદ્વાનોને પસંદ નથી રીતી-રિવાજોમાં દખલગીરી

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં સોમવારે નિકાહ હલાલા, બહુપત્નીત્વ જેવી ઇસ્લામિક પ્રથાઓ વિરુદ્ધ પિટિશન દખલ કરવામાં આવી હતી. જેના પર કોર્ટ દ્વારા જલ્દી સુનાવણી કરવામાં આવશે. જયારે કેન્દ્ર સરકાર પણ આ મામલામાં સોગંદનામું દાખલ કરશે. માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર ત્રણ તલાકની જેમ જ આ પ્રથાઓનો પણ વિરોધ જ કરશે. પરંતુ ઇસ્લામિક વિદ્વાનો અને […]

Top Stories India
default નિકાહ હલાલાને કોર્ટમાં પડકાર: ઇસ્લામિક વિદ્વાનોને પસંદ નથી રીતી-રિવાજોમાં દખલગીરી

નવી દિલ્હી,

સુપ્રીમ કોર્ટમાં સોમવારે નિકાહ હલાલા, બહુપત્નીત્વ જેવી ઇસ્લામિક પ્રથાઓ વિરુદ્ધ પિટિશન દખલ કરવામાં આવી હતી. જેના પર કોર્ટ દ્વારા જલ્દી સુનાવણી કરવામાં આવશે. જયારે કેન્દ્ર સરકાર પણ આ મામલામાં સોગંદનામું દાખલ કરશે.

માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર ત્રણ તલાકની જેમ જ આ પ્રથાઓનો પણ વિરોધ જ કરશે. પરંતુ ઇસ્લામિક વિદ્વાનો અને મુસ્લિમ સમાજનો એક ભાગ શરિયા કાનૂનમાં અને પોતાના રીતી-રિવાજોમાં કોઈ પણ જાતની દખલનો વિરોધ કરી રહ્યા છે.

ShariaLawDPC SI નિકાહ હલાલાને કોર્ટમાં પડકાર: ઇસ્લામિક વિદ્વાનોને પસંદ નથી રીતી-રિવાજોમાં દખલગીરી

હકીકતમાં, નિકાહ હલાલા અને બહુપત્નીત્વને કાનૂની રીતે ખતમ કરવા માટે પીડિત સમીના બેગમે સુપ્રીમ કોર્ટ અરજી કરી હતી. સમીનાનો આરોપ છે કે એને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. એક ઇસ્લામિક વિદ્વાને જણાવ્યું કે કુરાન નિકાહ હલાલાના અનુચિત ઉપયોગની વિરુદ્ધ છે. અને એના માટે પરવાનગી નથી આપતું.

એમણે આગળ જણાવ્યું કે પીડિત મહિલાઓને ન્યાય અપાવવા માટે જ કુરાનમાં બહુપત્નીત્વ અને નિકાહ હલાલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આના ખોટા ઉપયોગની પરવાનગી ખુદ કુરાન પણ નથી આપતું. આવામાં સરકાર અથવા ન્યાયપાલિકા દ્વારા ઇસ્લામિક રીતી-રિવાજોમાં દખલ કરવી ઉચિત નથી.

islamic law may hinder bitcoin growth in the middle east નિકાહ હલાલાને કોર્ટમાં પડકાર: ઇસ્લામિક વિદ્વાનોને પસંદ નથી રીતી-રિવાજોમાં દખલગીરી

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પણ ઇસ્લામિક અને શરિયા કાનુનમાં કોઈ પણ જાતની દખલનો વિરોધ કર્યો છે.