Cataract Operation/ વિરમગામની હોસ્પિટલમાં મોતીયાના ઓપરેશનમાં બેદરકારીથી 17 દર્દીને આંખે દેખાતું બંધ

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં માંડલ ખાતેના રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનની બેદરકારીના લીધે 17 દર્દીઓ પર આડઅસર થઈ છે. તેના લીધે તંત્ર દોડતું થઈ ગયું છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 01 16T124755.092 વિરમગામની હોસ્પિટલમાં મોતીયાના ઓપરેશનમાં બેદરકારીથી 17 દર્દીને આંખે દેખાતું બંધ

અમદાવાદઃ વિરમગામમાં માંડલ ખાતે હોસ્પિટલની બેદરકારીના લીધે મોતીયાના ઓપરેશન પછી 17 દર્દીને આડઅસર થતા સોલા સિવિલ ખસેડવા પડ્યા છે. આમ ટ્રસ્ટની હોસ્પિટલની બેદરકારી આ દર્દીઓને મોંઘી પડી ગઈ છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં માંડલ ખાતેના રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનની બેદરકારીના લીધે 17 દર્દીઓ પર આડઅસર થઈ છે. તેના લીધે તંત્ર દોડતું થઈ ગયું છે. થોડા દિવસ પહેલા લગભગ 18 લોકો પર મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન કરાવનારા બધા દર્દીઓ સુરેન્દ્રનગરના પાટણ અને અમદાવાદના છે.

ઓપરેશન બાદ 17 જેટલા દર્દીઓને આંખની તકલીફ થતા અને પાંચથી વધુ લોકોને તકલીફ વધી જતા તેમને સોલા સિવિલ ખસેડવામાં આવ્યા હતા. માંડલ ખાતેની આઈ હોસ્પિટલમાં 17 જેટલા દર્દીઓ સારવાર હેઠળ હતા. તેમને મોતિયાના ઓપરેશન પછી આંખે દેખાવવાનું બંધ થતાં તંત્ર દોડતું થયું છે.  આ બનાવના પગલે જિલ્લા આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો છે. અમદાવાદ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ દોડતા થઈ ગયા છે. ઉપલા સ્તરેથી સમગ્ર ઘટનાની તપાસ કરવાના અને બેદરકારી દાખવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આદેશ આવ્યા છે. તેની સામે ભોગ બનેલા દર્દીઓની આંખને કોઈપણ ભોગે બચાવી લેવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે.

ભોગ બનેલી પીડિતાના પતિ ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે અમે દસમી તારીખે ઓપરેશન કરાવ્યું હતું અને પછી અમને શનિવારે બતાવવા માટે બોલાવ્યા હતા. ઓપરેશનના બે દિવસ તો સારુ રહ્યુ, પરંતુ પછી રવિવારથી આંખે દેખાતુ બંધ થઈ જતાં ડોક્ટર સાહેબને ફોન કર્યો. ડોક્ટરે તેમને ત્યાં બોલાવ્યા અને અહીં લાવ્યા પછી ખાલી આંખમાંથી પાણી નીકળતું બંધ થયું છે, પરંતુ હજી સુધી આંખે દેખાતુ નથી. આ સ્થિતિ મારી પત્નીની જ નહીં બીજા ઘણા દર્દીની છે.

અન્ય દર્દી અમદાવાદના જનકબેને જણાવ્યું હતું કે દસમી તારીખે ઓપરેશન કરાવ્યાના બે દિવસ પછી દેખાતુ બંધ થઈ ગયું છે. બે દિવસ થયા હજી પણ દેખાવવાનું બંધ છે. શનિવારે બતાવવા આવ્યા પછી પણ દેખાવવાનું બંધ છે. દરરોજે ટીપા નાખીએ છીએ, પણ ફેર દેખાતો નથી. મારી તો એક જ રાવ છે કે બસ મારી આંખ સાજી કરી આપો.

આ ઓપરેશનનો ભોગ બનેલા દર્દી મંજુબેન ઠાકોરે જણાવ્યું હતું કે દસમી તારીખે ઓપરેશન કરાવ્યાના બે દિવસ સારુ રહ્યા પછી આંખમાંથી પાણી પડવા માંડ્યુ અને દેખાવવાનું બંધ થઈ ગયું. ટીપા નાખ્યા છતાં પણ ફેર પડ્યો નથી. ડોક્ટરોમાંથી તેમને કોઈ કશું કહેતું નથી. મારી તો ફક્ત મારી આંખ બચાવી લેવામાં આવે તેટલી જ વિનંતી છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ