Not Set/ પાર્ટીની વિચારધારા વિરુદ્ધ રાહુલ ગાંધીને ‘વિદેશી’ કહી નિવેદનબાજી કરતા નેતાને માયાવતીએ કરી હકાલપટ્ટી

બસપા પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ પાર્ટીના રાષ્ટ્રીય કોર્ડીનેટર જયપ્રકાશ સિંહને બસપા પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. માયાવતીનું કહેવું છે જયપ્રકાશ સિંહે વિચારધારા વિરુદ્ધ વક્તવ્ય આપ્યું હતું, પાર્ટીમાંથી કાઢવામાં આવ્યા છે. કે આ વક્તવ્ય જયપ્રકાશ સિંહે સોમવારના રોજ યોજાયેલ સંમેલનમાં આપ્યું હતું. માયાવતીએ વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ વ્યક્તવ્ય જયપ્રકાશ સિંહનું પર્સનલ હતું, આ વક્તવ્યમાં પાર્ટીનો […]

Top Stories India Politics
MAYAWATI Rahulgandhi પાર્ટીની વિચારધારા વિરુદ્ધ રાહુલ ગાંધીને 'વિદેશી' કહી નિવેદનબાજી કરતા નેતાને માયાવતીએ કરી હકાલપટ્ટી

બસપા પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ પાર્ટીના રાષ્ટ્રીય કોર્ડીનેટર જયપ્રકાશ સિંહને બસપા પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. માયાવતીનું કહેવું છે જયપ્રકાશ સિંહે વિચારધારા વિરુદ્ધ વક્તવ્ય આપ્યું હતું, પાર્ટીમાંથી કાઢવામાં આવ્યા છે. કે આ વક્તવ્ય જયપ્રકાશ સિંહે સોમવારના રોજ યોજાયેલ સંમેલનમાં આપ્યું હતું.

માયાવતીએ વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ વ્યક્તવ્ય જયપ્રકાશ સિંહનું પર્સનલ હતું, આ વક્તવ્યમાં પાર્ટીનો કોઈ રોલ નથી રહેલો. આવું કૃત્ય કરવાના કારણે જયપ્રકાશ સિંહને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

જયપ્રકાશ સિંહે અને વીરસિંહે સોમવારે લખનૌમાં આયોજિત સમ્મેલનમાં એક વક્તવ્ય આપ્યું હતું કે,
“રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિદેશી તે મૂળ ભારતીય નથી, જેના કારણે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ આગામી સમયમાં પ્રધાનમંત્રી નહિ બની શકે.”
જેમ કે તેઓનું કહેવું એમ હતું કે આગામી સમયમાં પ્રધાનમંત્રી પદના દાવેદાર બસપાના માયાવતી જ છે.

જયારે આ મુદ્દે માયાવતીએ કાર્યવાહી કરતા જયપ્રકાશ સિંહને તેમના રાષ્ટ્રીય કોર્ડીનેટર પેડ પરથી હકાલપટ્ટી કરી નાખી હતી. માયાવતીએ કડક વલણમાં પાર્ટીના સદસ્યોને ચેતવણી આપી હતી કે પાર્ટીના ગઠબંધનને લઈને કોઈ પણ પ્રકારની કમેન્ટ નહિ કરશો. આ બધી બાબત તમે ઉપરની અધિકારીઓ પર છોડી દેવું.