Not Set/ મોદી સરકાર દર વર્ષે 10 લાખ યુવાઓને આપશે સૈન્ય પ્રશિક્ષણ

કેન્દ્રની મોદી સરકાર અનુશાસન અને રાષ્ટ્રવાદ ને વધારવા માટે દર વર્ષે 10 લાખ યુવાઓને સૈન્ય પ્રશિક્ષણ આપવાની યોજના બનાવી રહી છે. ભારતીય જનસંખ્યાનો ફાયદો ઉઠાવવા માટે નેશનલ યુથ એમ્પાવરમેન્ટ સ્કીમ એટલે કે N-YES હેઠળ યુવાઓને સૈન્ય પ્રશિક્ષણ આપવાની યોજના પર વિચાર ચાલી રહ્યો છે. આ યોજનામાં ધોરણ 10 અને ધોરણ 12માં પ્રવેશ લેવાવાળા સ્ટુડન્ટને શામેલ આવશે. […]

Top Stories India
319811 271087416332170 65320094 n મોદી સરકાર દર વર્ષે 10 લાખ યુવાઓને આપશે સૈન્ય પ્રશિક્ષણ

કેન્દ્રની મોદી સરકાર અનુશાસન અને રાષ્ટ્રવાદ ને વધારવા માટે દર વર્ષે 10 લાખ યુવાઓને સૈન્ય પ્રશિક્ષણ આપવાની યોજના બનાવી રહી છે. ભારતીય જનસંખ્યાનો ફાયદો ઉઠાવવા માટે નેશનલ યુથ એમ્પાવરમેન્ટ સ્કીમ એટલે કે N-YES હેઠળ યુવાઓને સૈન્ય પ્રશિક્ષણ આપવાની યોજના પર વિચાર ચાલી રહ્યો છે.

આ યોજનામાં ધોરણ 10 અને ધોરણ 12માં પ્રવેશ લેવાવાળા સ્ટુડન્ટને શામેલ આવશે. આ યોજના હેઠળ સરકાર યુવાઓને 12 મહિના સુધી નિશ્ચિત સ્ટાઈપેન્ડ પણ આપશે. આ ઉપરાંત ડિફેન્સ, પેરામિલીટ્રી અને પોલીસમાં ભરતી થનારા માટે આ પ્રશિક્ષણ અનિવાર્ય બનવવામાં આવશે.

indian flag 2644512 960 720 e1531822818661 મોદી સરકાર દર વર્ષે 10 લાખ યુવાઓને આપશે સૈન્ય પ્રશિક્ષણ

એક રિપોર્ટ મુજબ પ્રધાનમંત્રી કાર્યાલયે આ પ્રાસ્તાવિક યોજના પર વિચાર કરવા માટે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ડિફેન્સ મિનિસ્ટ્રી, ડિપાર્ટમેન્ટ ઓફ યુથ અફેર્સ અને માનવ સંશાધન મંત્રાલયના પ્રતિનિધિઓ શામેલ થયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠક દરમિયાન કેટલાક અધિકારીઓએ N-YES હેઠળ અનામત આપવાની પણ માંગ કરી હતી, જયારે કેટલાક અધિકારીઓએ આ યોજનાના બદલે રાષ્ટ્રીય કેડેટ કોર અને એનએસએસનો વિસ્તાર કરવા અને મજબૂત  હતી.

Donations to Indian Army for Battle Casualties and Weapons Purchase e1531822851639 મોદી સરકાર દર વર્ષે 10 લાખ યુવાઓને આપશે સૈન્ય પ્રશિક્ષણ

આ યોજના દ્વારા  રાષ્ટ્રવાદ, અનુશાસન અને આત્મસમ્માનને પ્રોત્સહન આપવામાં આવશે. જેનાથી ભારતને વિશ્વગુરુ બનવા અને પીએમ મોદીના ન્યુ ઇન્ડિયા 2022 વિઝનને હાંસિલ કરવામાં મદદ મળશે.

આ યોજના હેઠળ યુવાનોને સૈન્ય પ્રશિક્ષણ,  વોકેશનલ, આઇટી સ્કિલ અને આપદા પ્રબંધન માટેનું પણ પ્રશિક્ષણ આપવામાં આવશે. આ ઉપરાંત યોગ, આયુર્વેદ અને પ્રાચીન ભારતીય દર્શનના મૂલ્યોની જાણકારી તેમજ ટ્રેનિંગ આપવામાં આવશે.