Not Set/ પીઝા રોટલા, પીઝાના રોટલાની કણિક બનાવવાની રીત

સામગ્રી 2 કપ મેંદો 1 ટીસ્પૂન સૂકું ખમીર 1 ટેબલસ્પૂન જેતૂનનું તેલ 1 ટીસ્પૂન સાકર મીઠું (સ્વાદાનુસાર) મેંદો, વણવા માટે જેતૂનનું તેલ  (ગુંદવા માટે)  બનાવવાની રીત  2 ટેબલસ્પૂન હુંફાળું પાણી અને સૂકું ખમીર એક નાના બાઉલમાં મેળવી સારી રીતે મિક્સ કરી લો. તેને ઢાંકીને ૫ મિનિટ માટે બાજુ પર રાખો. એક ઊંડા બાઉલમાં મેંદો, ખમીર-પાણીનું મિશ્રણ, જેતૂનનું તેલ, સાકર […]

Food Lifestyle
mahiiy e1531822446905 પીઝા રોટલા, પીઝાના રોટલાની કણિક બનાવવાની રીત

સામગ્રી

2 કપ મેંદો
1 ટીસ્પૂન સૂકું ખમીર
1 ટેબલસ્પૂન જેતૂનનું તેલ
1 ટીસ્પૂન સાકર
મીઠું (સ્વાદાનુસાર)
મેંદો, વણવા માટે
જેતૂનનું તેલ  (ગુંદવા માટે)

 બનાવવાની રીત 

2 ટેબલસ્પૂન હુંફાળું પાણી અને સૂકું ખમીર એક નાના બાઉલમાં મેળવી સારી રીતે મિક્સ કરી લો. તેને ઢાંકીને ૫ મિનિટ માટે બાજુ પર રાખો. એક ઊંડા બાઉલમાં મેંદો, ખમીર-પાણીનું મિશ્રણ, જેતૂનનું તેલ, સાકર અને મીઠું મેળવી જરૂરી પાણી સાથે સુંવાળી કણિક તૈયાર કરો. આ કણિકને મલમલના કપડા વડે ઢાંકી 1 કલાક માટે બાજુ પર રાખો.

તે પછી કણિકને હલકા હાથે ગુંદી લો જેથી તેમાં રહેલી હવા નીકળી જાય, તે પછી તેના3 સરખા ભાગ પાડો. દરેક ભાગને, 175 મી. મી. (7)ના ગોળાકારમાં સૂકા લોટની મદદથી વણી લીધા પછી તેની પર ફોર્ક વડે સરખી રીતે કાપા પાડો.

આમ તૈયાર થયેલા 3 રોટલાને બેકિંગ ટ્રે પર ગોઠવી આગળથી ગરમ કરેલા ઑવનમાં 180° સે (360° ફે) તાપમાન પર 5 મિનિટ સુધી બેક કરી લો.

संबंधित इमेज