દિવાળી વાનગી/ આ દિવાળીએ ઘરે બનાવેલી ખુબ જ સ્વાદિષ્ટ ભાખરવડી મહેમાનોને ખવડાવો…

ભાગ્યે જ કોઈ એવા ગુજરાતી હશે જેને ભાખરવડી ન ભાવતી હોય. જો કે મોટાભાગના ઘરોમાં ભાખરવડી બહારથી જ લવાતી હોય છે.

Food Lifestyle
સ્વાદિષ્ટ ભાખરવડી
ભાગ્યે જ કોઈ એવા ગુજરાતી હશે જેને સ્વાદિષ્ટ ભાખરવડી ન ભાવતી હોય. જો કે મોટાભાગના ઘરોમાં ભાખરવડી બહારથી જ લવાતી હોય છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે જોવામાં અટપટી લાગતી ભાખરવડી બનાવવામાં સાવ આસાન છે અને ઘરે બનાવેલી ભાખરવડી ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે. આ રેસિપી વાંચીને તમને પણ આ દિવાળીએ ઘરે ભાખરવડી બનાવવાનો ટ્રાય કરવાનું મન થઈ જશે.

સામગ્રી

1 કપ – ચણાનો લોટ

1 કપ – ઘઉંનો લોટ

2 થી 3 મોટી ચમચી – તેલ

4 સૂકા – લાલ મરચા

1 ચમચી – હળદર

1 ચમચી – ખાંડ

1 નાની ચમચી વરિયાળી

1 ચપટી – જીરુ

મીઠું  – (સ્વાદાનુસાર)

તળવા માટે – તેલ

ખસખસ, આખા ધાણા

સૂકા નારિયેળનું છીણ

ગરમ મસાલો

આમચૂર પાવડર

બનાવવાની રીત

પહેલાં તો ચણાના લોટ અને  ઘઉંના લોટને મિક્સ કરી લો પછી તેમાં મીઠુ અને તેલ નાંખી સહેજ કડક લોટ બાંધો પછી  બાંધેલા લોટ પર એક ભીનુ કપડુ રાખી અને તેને ઢાંકી દો.

આ પણ વાંચો :સ્વાસ્થ્ય માટે બેસ્ટ શિયાળાના વસાણા….

હવે ભાખરવડીની અંદર ભરવાનો મસાલો તૈયાર કરી લો. મસાલો તૈયાર કરવા માટે મિડીયમ ગેસ પર એક પેન ગરમ કરવા મૂકો અને આ પેન ગરમ થાય એટલે તમારે તેમાં એક વરિયાળી,જીરુ,લાલ સૂકા મરચા અને આખા ધાણા નાંખીને તેને તમે શેકી લો અને તેને પ્લેટમા કાઢીને અને તેને ઠંડા થવા દો.

હવે મસાલો ઠંડો પડે ત્યાં સુધી પેનમાં તલ અને ખસખસ અને નારિયેળનુ છીણ નાંખીને શેકી લો. એક પ્લેટમા આ મિશ્રણ કાઢીને ગેસ બંધ કરી દો.

આ બંને જેવા ઠંડા પડે એટલે તેને ભેગા કરી અને તેમાં ખાંડ,મીઠુ,આમચૂર પાવડર,હળદર,ગરમ મસાલો નાંખીને તેને મિક્સરમા કરકરો પીસી લો.

ભાખરવડી બનાવવાનો મસાલો તૈયાર છે હવે આ સામગ્રી અને લોટને તમે ત્રણ સરખા ભાગમાં વહેંચી લો.

આ લોટના પહેલા ભાગમાંથી થોડી મોટી એક રોટલી વણી લો અને તેના પર આ થોડુ પાણી લગાવો. અને આ રોટલી પર આ તૈયાર કરેલો મસાલો સરખા ભાગમા ફેલાવી દો.

આ પણ વાંચો : દિવાળીમાં ફટાકડા ફોડતા દાઝી જાઓ તો ગભરાશો નહીં, આ ઘરેલૂ ઉપાયથી મળશે રાહત

આ મસાલો ફેલાવ્યા પછી આ રોટલીનો થોડો પતલો એક રોલ તૈયાર કરો. અને આ રોલ બની જાય પછી તમારે તેની બંને બાજુ થોડુ પાણી લગાવી અને આ રોલને સારી રીતે ચોંટાડી દો.

આ ખાસ ધ્યાન રાખો કે રોલ ટાઈટ જ બને. માટે આ રીતે રોલ તૈયાર થઈ જાય તેને  ચપ્પુથી સરખા નાના નાના ભાગમા તેને કરી લો. પછી તેલમાં તે ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે સ્વાદિષ્ટ ભાખરવડી.

આ પણ વાંચો :આ રીતે કરો મેકઅપ, દિવાળી પર મળશે પરફેક્ટ લૂક