દિવાળીનો તહેવાર માત્ર ઘરને જ સજાવવું નહીં પંરતુ પોતાને પણ સજાવવાનો હોય છે. આમ તો તહેવારોમાં તૈયાર થવું સૌને ગમે પણ દિવાળીની વાત કંઇક ખાસ છે. સજી-ધજીને તૈયાર થવામાં મેકઅપ ખુબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તમે તમારા પહેરવેશ મુજબ મેકઅપનો ઉપયોગ કરી શકો છો. કપડા ભારે પહેર્યા હોય તો મેકઅપ લાઈટ કરી શકો છો. અહિયાં અમે તમને જાણવી શું કે, દિવાળી પર કેવો મેકઅપ કરવો જોઈએ…તો આવો જાણીએ જેમાં તેમારો લુક લાગશે એકદમ પરફેક્ટ…
આ પણ વાંચો :પાર્લરમાં ગયા વગર દિવાળીમાં આ રીતે તમારી ત્વચાને ચમકીલી બનાવો
મેકઅપ માટે તમારી સ્કીનને કરો તૈયાર
મેકઅપ કર્યા પહેલા તમારી સ્કીન પર ઓયલ ફ્રી મોઈશ્ચરાઈઝર લગાવો, જો તમે મોઈશ્ચરાઈઝર લગાવવા નથી માંગતા તો તમે તમારી સ્કીન પર સીરમ પણ લગાવી શકો છો.

હોઠ પર લગાવો લિપ બામ
જે રીતે સ્કીન પર ફાઉન્ડેશન લગાવ્યા પહેલા મોઈશ્ચરાઈઝર જરૂરી છે, એ જ રીતે હોઠ પર લિપસ્ટિક લગાવ્યા પહેલા લિપ બામ લગાવી જરૂરી છે.
આ પણ વાંચો :દિવાળીમાં સાડી પહેરવાના હોવ તો સાથે પહેરજો આ પ્રકારના બ્લાઉઝ..

આવો હોવો જોઈએ મેકઅપ બેસ
મોઈશ્ચરાઈઝર લગાવ્યા બાદ સ્કીન ટોન મુજબ તમારી સ્કીન પર ફાઉન્ડેશન લગાવો. બાદમાં ડાર્ક સર્કલને છુપાવવા માટે કન્સિલર અપ્લાઈ કરો.

આઈ મેકઅપ હોવો જોઈએ બોલ્ડ
દિવાળી પર બોલ્ડ આઈ મેકઅપ કરો. કેમ કે તહેવાર પર બોલ્ડ આઈ મેકઅપ સારો લુક આપે છે. કાજલ, આઈ લાઈનર, મસ્કરા અને આઈશેડો લગાવી આંખોને યુનિક લુક આપો.

સ્કીન પર લો માટે બ્લશર એપ્લાઇ કરો
દિવાળી પર ચીક્સને ગ્લેમરસ લુક આપવા માટે સિમરિંગ બ્લશર એપ્લાઇ કરો. તમે પિંક કે પીચ બ્લશ ઓન લગાવી શકો છો.
હોઠને આપો હોટ લુક
ફેસ્ટિવ સીજનમાં બોલ્ડ અને ડાર્ક કલર્સ સારા લાગે છે, એટલા માટે રેડ, પ્લમ, હોટ પિંક, મરુન જેવા કલર્સ તમે હોઠ પર એપ્લાઇ કરી શકો છો. આ કલર્સ તમને ટ્રેન્ડી ફેસ્ટિવ લુક આપશે.

હેર સ્ટાઈલ
દિવાળી પર વાળને ખુલા રાખવા રિસ્કી હોય શકે છે, એટલા માટે સારું છે કે, તેમે તમારા વાળાને બાંધીને રાખો. હેર સ્ટાઈલમાં તેમે સાઈડ બ્રેડ અથવા તો, ગજરા બન બનાવી શકો છો.

થઇ ગયા તમે દિવાળી રેડી
તો રાહ શેની જોવો છો..! પહેરો ફેસ્ટિવ ડ્રેસ અને જ્વેલરી અને આ મેકઅપ ટીપ્સ ફોલો કરી થઇ જાવ દિવાળી માટે તૈયાર.

આ પણ વાંચો :શિયાળામાં ફરવા માટે બેસ્ટ છે ઉત્તર ભારતના આ પ્રવાસન સ્થળ,જાણીલો તમે પણ…
આ પણ વાંચો :ડાયાબિટીસમાં પણ આ રીતે મીઠાઈ ખાવાનો માણો આનંદ
આ પણ વાંચો :શિયાળામાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે આ ફળોનું સેવન કરો
