Not Set/ શિયાળામાં આ કામ કરવાથી ક્યારેય નહીં ફાટે ચામડી

સૂચિત ફેરફારો કરવાથી બારે માસ ત્વચાને સુંદર અને મુલાયમ રાખી શકીએ છીએ .

Fashion & Beauty Lifestyle
EP 23 Winter skin care food શિયાળામાં આ કામ કરવાથી ક્યારેય નહીં ફાટે ચામડી

શિયાળામાં ત્વચાની સંભાળ આહાર અને ઘરેલુ ઉપાયો દ્વારા :

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમની ત્વચા હંમેશા ચમકદાર અને સુંદર રહે. પણ આ કામ એટલું સરળ નથી. બદલાતી ઋતુ પ્રમાણે, આપણી વ્યસ્ત જીવનશૈલી ના પરિણામે, આહાર માં બેદરકારી ના લીધે આપણી ત્વચા રુક્ષ અને નિસ્તેજ થઈ જતી હોયછે. આવી સ્થિતિ માં જીવનશૈલી અને આહારમાં સૂચિત ફેરફારો કરવાથી બારે માસ ત્વચાને સુંદર અને મુલાયમ રાખી શકીએ છીએ .

શિયાળા ની ઋતુ ની ઠંડી અને સૂકી હવા ત્વચા માંથી અત્યંત આવશ્યક એવો ભેજ ઓછો કરે છે. આવી ત્વચા ની જો જરૂરી કાળજી લેવા માં ના આવે તો તેમાં તિરાડો અને લોહી પણ જોવા મળે છે.

Winter skincare: Prep your skin for the approaching dry season

શિયાળા માં ત્વચા ની સંભાળ રાખવા ના ઉપાયો :

(૧). પાણી: 🥛 પૂરતા પ્રમણમાં પાણી પીવું:
શરીર ની અંદર પાણી નું પ્રમાણ જળવાઈ રહે તે ખૂબ અગત્ય નું છે. સાદું પાણી કે હુફાળા પાણી ની અંદર લીંબુ નો રસ ભેળવી વારંવાર લેવાથી ત્વચા નો ભેજ જળવાઈ રહે છે.

(૨). પ્રોટીન: આહાર ની અંદર પૂરતા પ્રમાણ માં પ્રોટીન ની માત્રા :
હાઈ પ્રોટીન આહાર જેમ કે વિવિધ પ્રકાર ની દાળ, કઠોળ, દૂધ અને દૂધની બનાવટો ત્વચા ની ચમક જાળવી રાખવામાં મદદ કરે છે.

(૩). ગાજર 🥕
ગાજર ની અંદર ભરપુર માત્રા માં વિટામિન સી હોય છે. એમાં આવેલું એન્ટી ઓક્સિડન્ટ શરીર માં કોલેજન અનામ નું પ્રોટીન પેદા કરે છે જે ત્વચા ની સ્થિતિસ્થપકતા જાળવી રાખવા માં મદદરુપ છે. ગાજર માં આવેલું વિટામિન એ ત્વચા માં વધતી જતી ઉંમર ના લીધે ઉદભવતી કરચલીઓ ને ઓછી કરવામાં મદદરૂપ છે.

(૪). બીટ 🧅
બીટ આપણા શરીર માંથી બીનજરૂરી ઝેરી પદાર્થો ને દૂર કરી , લોહી ને શુધ્ધ અને ત્વચાને હેલ્થી અને ચમકદાર બનાવે છે.

(૫). લીલા શાકભાજી 🥬🥦🥬
લીલા શાકભાજી વિટામિન કે, વિટામિન સી, અને આર્યન થી ભરપૂર હોય છે. તે આપણી ત્વચા ની લાલાશ અને શુષ્કતા ને દૂર કરવામાં મદદ કરે છે.

(૬). બેરીઝ : 🍇🍒
બેરિઝ ની અંદર ભરપુર માત્રા માં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે ઉંમર સાથે ત્વચા માં ઉદભવતી કરચલીઓ અને અન્ય ફેરફારો ને દૂર કરવામાં મદદ કરે છે.

(૭). પપૈયા :  ત્વચા ની શુષ્કતા ને દૂર કરવા પપૈયા ની અંદર્ ૧/૨ બદામ નું તેલ મિક્સ કરી લગાવાથી દૂર થાય છે. તેમજ પપૈયા માં લીંબુ ની રસ, ૧/૪ હળદર મિક્સ કરી લગાવવાથી ત્વચા ની કાળાશ દૂર થાય છે.

(૮). સંતરા :  સંતરા પોષકતત્ત્વો થી ભરપુર હોય છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, નિયાસિન, વિટામિન બી ૬, ફોલેટ, મેગ્નેશિયમ, કોપર વગેરે થી ભરપુર હોય છે. તેનો આહાર માં સમાવેશ કરવાથી તે ત્વચા ની કરચલીઓ ઘટાડી, ત્વચા ને હેલ્થી અને ચમકદાર બનાવે છે.

– ૩ ચમચી સંતરા ના જ્યુસ માં , ૧ ચમચી લીંબુ નો રસ અને ચપટીક હળદળ મિક્સ કરી ફેસ પર લગાવવા થી તે ખૂબ ઉપયોગી નીવડે છે.
– સંતરા નો રસ ત્વચા ની કાળાશ દૂર કરે છે.

(૯). તરબૂચ :  તરબૂચ કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, પ્રોટીન, પોટેશિયમ, થી ભરપુર હોવાથી તે ત્વચા ને કુદરતી ટોનીગ આપે છે.
ત્વચા ને મુલાયમ બનાવવા તરબૂચ માં દહી મિક્સ કરી લગાવવું જોઇએ. તેવી જ રીતે ૧ મોટી ચમચી તરબૂચ ના રસ માં કેળુ મિક્સ કરી ૨૦ મિનિટ સુધી ફેસ પર લગાવી ફેસ ને નવશેકા પાણી થી ધોઈ લો.

(૧૦). દાડમ : દાડમ ખાવા થી ડેડ સ્કિન રીમુવ થઈ જાય છે. સ્કિન પર નેચરલ ગ્લો આવે છે. દાડમ માં રહેલા એન્ટી ઓક્સિડન્ટ કરચલી અને ફાઈન લાઇન્સ ને દૂર કરે છે.

– દાડમ ના જ્યુસ માં થોડા ટીપાં લીંબુ નો રસ મિક્સ કરી, કોટન બોલ્સ થી ફેસ પર લગાવી. ૩૦ મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો. તેના થી ત્વચા ની સુંદરતા માં વધારો થશે.
– દાડમ ના જ્યૂસ માં ૧ ચમચી ગ્રીન ટી, દહી, મધ મિક્સ કરી ને ફેસ પર લગાવવા થી સ્કિન ટોન માં સુધારો આવશે. અને ત્વચા ફ્રેશ લાગશે.

(૧૧). કાકડી :  કાકડી પાણી નો ઉત્તમ સ્ત્રોત છે. તે શરીર ને ઠંડક આપે છે. તે વિટામિન સી, ફાઈબર, અને વિટામિન કે થી ભરપુર હોય છે. તેનો આહાર માં તથા ફેસ પેક ( છીણેલી કાકડી માં ૧ ચમચી ચણા નો લોટ, ૧ ચમચી ગુલાબજળ ) માં ઉપયોગ માં લેવા થી ત્વચા સુંદર અને મુલાયમ બને છે.

(૧૨) ક્રીમ કે બોડી ઓઇલ : તદુપરાંત રેગ્યુલર ફેસ ક્રીમ કે બોડી ઓઇલ નો પણ ઉપયોગ ઉત્તમ ગણાય છે.

આમ ઘરેલુ ઉપાયો અને આહાર માં પૂરતા પોષકતત્ત્વો ને લેવાથી
શિયાળા ના ઠંડા અને શુષ્ક વાતાવરણ માં પણ ત્વચા ને મુલાયમ રાખી શકાય છે.

હેલ્થ એક્સપર્ટ
ડોક્ટર વાચિની