Bollywood/ એક જમાનો હતો- એક્ટિંગ છોડી, આ પ્રખ્યાત સુંદર હીરોઈન લખવા લાગી છે પુસ્તકો

ટ્વિંકલ ખન્નાએ તેની ફિલ્મી કરિયરની શરૂઆત બરસાતથી કરી હતી. તે બોબી દેઓલની પણ પહેલી ફિલ્મ પણ હતી. તે પછી તે અજય દેવગન સાથે જાનમાં જોવા મળી હતી. તેણે ફિલ્મફેયર ફર્સ્ટ એક્ટિંગનો એવોર્ડ પણ જીત્યો હતો.

Entertainment
a 331 એક જમાનો હતો- એક્ટિંગ છોડી, આ પ્રખ્યાત સુંદર હીરોઈન લખવા લાગી છે પુસ્તકો

એક જમાનો હતો જ્યારે બોલીવૂડ એક્ટ્રેસ ટ્વિંકલ ખન્નાની બોલબાલા હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રી કર્યા બાદ તેને એક પછી એક ઘણી ફિલ્માં કરી છે. એક જમાનામાં જે ફિલ્મ માટે શુટિંગ કરતી હતી. તે જ એક્ટ્રેસ ટ્વિંકલ ખન્ના આજે ફિલ્મના શુટિંગને નફરત કરે છે.

ટ્વિંકલ ખન્નાએ તેની ફિલ્મી કરિયરની શરૂઆત બરસાતથી કરી હતી. તે બોબી દેઓલની પણ પહેલી ફિલ્મ પણ હતી. તે પછી તે અજય દેવગન સાથે જાનમાં જોવા મળી હતી. તેણે ફિલ્મફેયર ફર્સ્ટ એક્ટિંગનો એવોર્ડ પણ જીત્યો હતો. પછીની ફિલ્મ હતી દિલ તેરા દીવાના. 1997 માં, તે ફરી અજય સાથે ઇતિહાસમાં જોવા મળી. 1998 માં જ્યારે તે સલમાન ખાન સાથે ફિલ્મ જબ પ્યાર કિસે સે હોતા હૈ માં જોવા મળી. 1999 માં, તે તેના ભાવિ પતિ અક્ષય કુમાર સાથે ઈન્ટરનેશનલ ખિલાડીમાં દેખાઇ. તે વર્ષે તેણે ઝુજ્મી ફિલ્મ પણ બનાવી હતી. તે જ વર્ષે તે તેલુગુ ફિલ્મ સીનુમાં દગ્ગુબતી વેંકટેશ સાથે જોવા મળી હતી. બાદશાહ, જોરૂ કા ગુલામ અને જોડી નંબર વન તેની અન્ય સફળ ફિલ્મો હતી.

Before the coconuts are gone..., writes Twinkle Khanna

આ સાથે, તેની ટૂંકી અભિનય કારકીર્દીમાં, ટ્વિંકલે બોલીવુડના ત્રણેય ખાન સાથે કામ કર્યું છે, ટ્વિંકલે સલમાન સાથે ફિલ્મ જબ પ્યાર કિસી હોતા હૈ , શાહરૂખ ખાન સાથેની ફિલ્મ બાદશાહ અને આમિર ખાન સાથેની ફિલ્મ મેલામાં કામ કર્યું છે. ફિલ્મ તિસમાર ખાન, થેંક્યું, પાટીલ હાઉસ, ખિલાડી 786, 72 માઇલ્સ, હોલિડે, પેડમેનમાં નિર્માતા તરીકે ટ્વિંકલ કામ કરી ચુકી છે.

Twinkle Khanna shares fond memory of late father Rajesh Khanna on his birthday - YouTube

બોલીવુડમાં સુપરસ્ટાર રહી ચુકેલા રાજેશ ખન્નાની દીકરી તેમજ અભિનેતા અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના વ્યવસાયે એક અભિનેત્રીની સાથે સાથે ભારતીય લેખક, અખબારના કટાર લેખક, ઈન્ટીરીયર ડિઝાઇનર, ફિલ્મ નિર્માતા પણ છે. આ સમયમાં ટ્વિંકલ ખન્નાએ 2015 માં, તેણે પોતાનું પહેલું નોન-ફિક્શન પુસ્તક “શ્રીમતીફનીબોન્સ” રજૂ કર્યું, જેને બેસ્ટ સેલર જાહેર કરવામાં આવ્યું હતું. તે વર્ષે ખન્ના ભારતની સૌથી વધુ વાર પુસ્તક વેચાવા મામલે મહિલા લેખક બની હતું.

Twinkle Khanna remembers Rajesh Khanna ahead of Father's Day- The New Indian Express

આ પુસ્તક બાદ તેમની બીજી પુસ્તક, ધ લિજેન્ડ ઓફ લક્ષ્મી પ્રસાદ, ટૂંકી વાર્તાઓનો સંગ્રહ, જેમાંથી એક સામાજિક ઉદ્યોગસાહસિક અરુણાચલમ મુરુગનાન્થમને બાદમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા લક્ષણ ફિલ્મ, પેડ મેન, માસિક સ્રાવની આસપાસના વર્ગો દૂર કરવા પર કેન્દ્રિત કરવામાં આવી હતી તે ખન્નાના પ્રોડક્શન હાઉસ શ્રીમતી ફનીબોન્સ મૂવીઝ હેઠળ નિર્માણ કરવામાં આવ્યું હતું, જેની રચના 201  2016 માં કરવામાં આવી હતી. આ સાથે સાથે ટ્વિંકલ ખન્નાએ મહિલાઓ માટેના દ્વિભાષીય ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ, ટ્વીક ઇન્ડિયાની પણ શરૂઆત કરી છે.

 

Twinkle Khanna - Biography, Height & Life Story | Super Stars Bio

ટ્વિંકલ ખન્ના રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની મોટી પુત્રી છે. તેની નાની બહેન રીન્કી ખન્ના પણ એક અભિનેત્રી રહી ચૂકી છે. અક્ષય કુમારે તેની સાથે 17 જાન્યુઆરી 2001 ના રોજ લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર આરવ અને એક પુત્રી નિતારા છે.

Twinkle Khanna has a strong point on NOT observing Karva Chauth for husband Akshay Kumar! - Bollywood News & Gossip, Movie Reviews, Trailers & Videos at Bollywoodlife.com

તમારી જાણકારી માટે આપને જણાવી દઈએ કે ટ્વિંકલ ખન્નાના માતા-પિતા બંને એક મહાન કલાકાર રહી ચૂક્યા છે, પરંતુ ટ્વિંકલની કારકિર્દી ફિલ્મ ઉદ્યોગમાં વધારે ચાલી ન શકી.

આ પણ વાંચો :કાર્તિક આર્યનની ફિલ્મ ‘ધમાકા’ થી સામે આવ્યો તેનો ફર્સ્ટ લૂક, જાણો તેના કિરદાર વિશે

આ પણ વાંચો :તારક મહેતા… શોમાં ફરી જોવા મળશે આ ફેમસ કલાકાર, જાણો કોણ છે…

આ પણ વાંચો : સોનાક્ષી સિન્હાએ શરૂ કર્યું વેબ સિરીઝ ‘ફોલેન’ નું શુટિંગ, કહ્યું – લોકડાઉન બાદ સેટ પર….

આ પણ વાંચો : એકતા કપૂરના ઘરે કરવામાં આવ્યું અનિતા હસનંદનીના બેબી શાવરનું સેલિબ્રેશ, જુઓ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…