Bollywood/ તારક મહેતા… શોમાં ફરી જોવા મળશે આ ફેમસ કલાકાર, જાણો કોણ છે…

શોથી 9 મહિના સુધી દૂર રહેલા નટ્ટુ કાકા (ઘનશ્યામ નાયક) ફરી એક વાર આ શોમાં જોવા મળશે. હકીકતમાં, તેમની સર્જરી થઈ હતી, જેના કારણે તે રજા પર ગયા હતા. પરંતુ હવે તેઓએ શૂટિંગ શરૂ કરી દીધું છે.

Entertainment

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ તેના કન્ટેન્ટને કારણે ચર્ચામાં રહે છે. સાથે સાથે  આ શો સ્ટાર કાસ્ટને લઈને પણ ચર્ચામાં રહે છે. ચાહકોને શોની સ્ટાર કાસ્ટ પસંદ ખુબ જ છે. દરેક પાત્રની પોતાની એક સ્ટોરી છે, જે ચાહકોને બાંધી રાખે છે. તારક મહેતાના ચાહકો માટે હવે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.

શોથી 9 મહિના સુધી દૂર રહેલા નટ્ટુ કાકા (ઘનશ્યામ નાયક) ફરી એક વાર આ શોમાં જોવા મળશે. હકીકતમાં, તેમની સર્જરી થઈ હતી, જેના કારણે તે રજા પર ગયા હતા. પરંતુ હવે તેઓએ શૂટિંગ શરૂ કરી દીધું છે.

https://www.instagram.com/p/B1TS3_Il5Rj/?utm_source=ig_web_copy_link

શોમાં 9 મહિના પછી જોવા મળશે નટ્ટુ કાકા

એક ખાનગી માધ્યમને આપેલા ઇન્ટરવ્યુમાં ઘનશ્યામ નાયકે કહ્યું – મારી તબિયત એકદમ સારી છે. મેં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની શૂટિંગ શરૂ કરી દીધી છે. મેં 16 માર્ચે છેલ્લી વાર સીરિયલ માટે શૂટિંગ કરી હતી અને હવે 9 મહિના બાદ 16 ડિસેમ્બરથી મેં શૂટિંગ શરૂ કરી દીધી છે. એપિસોડ એકાદ-બે દિવસમાં પ્રસારિત કરવામાં આવશે. જ્યારે લૉકડાઉન શરૂ થયું તો, 60 વર્ષથી અધિક વયના કલાકારોને સેટ પર જવાની મંજૂરી મળી નહોતી અને શૂટિંગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. પછી મારી એક મોટી સર્જરી થઈ. ઑપરેશન પર સફળ રહ્યું અને હવે મારી તબિયત પણ સારી છે.

Taarak Mehta Ka Ooltah Chashmah: Had to work for 3 rupees for hours, today  have 2 houses in Mumbai, this is how life is changed for 'Nattu Kaka'

શોના સીન વિશે વાત કરતાં તેણે કહ્યું- મેં જેઠાલાલ અને બગ્ગા સાથે સીન શૂટ કર્યું છે. તે ખૂબ સારું હતું અને બધા લોકો ખૂબ ખુશ હતા. હું પણ ખૂબ જ ઉત્સાહિત હતો કારણ કે મારે તેના માટે 9 મહિના પછી શૂટિંગ કરવું પડ્યું. હું ખૂબ જ ખુશ અને તાજગી અનુભવી રહ્યો છું અને હું વધુ દ્રશ્યોની રાહ જોઈ રહ્યો છું.

Nattu Kaka From Taarak Mehta Ka Ooltah Chashmah Undergoes Surgery to Remove  8 Lumps From Neck | India.com

બધા જાણે જ છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 4 મહિનાથી થયેલા લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ શૉએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. હાલ તારક મહેતા શૉએ 12 વર્ષ પૂર્ણ કરીને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને શૉએ 3000 એપિસોડ્સ પૂરા કર્યા છે.

આ પણ વાંચો : સોનાક્ષી સિન્હાએ શરૂ કર્યું વેબ સિરીઝ ‘ફોલેન’ નું શુટિંગ, કહ્યું – લોકડાઉન બાદ સેટ પર….

આ પણ વાંચો : એકતા કપૂરના ઘરે કરવામાં આવ્યું અનિતા હસનંદનીના બેબી શાવરનું સેલિબ્રેશ, જુઓ

આ પણ વાંચો : વાજિદ ખાનની પત્નીનો મોટો ખુલાસો, કહ્યું – પતિએ આપી હતી છૂટાછેડાની ધમકી…

આ પણ વાંચો : મિથુન ચક્રવર્તીની મસૂરીમાં અચાનક તબિયત લથડી, ડોક્ટર્સ જોવા માટે પહોંચ્યા હોટલ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…