પ્રખ્યાત ટીવી અભિનેત્રી અનિતા હસનંદની ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. હાલ સોશિયલ મીડિયા પર અભિનેત્રીના બેબી શાવર સેલિબ્રેશનના ફોટો અને વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે, ખાસ વાત એ છે કે અનિતાના બેબી શાવરનો આ સમારોહ તેની નજીકની મિત્ર અને ટીવી ક્વીન એકતા કપૂરના ઘરે થયો હતો. આ ખાસ પ્રસંગે ટેલિવિઝન જગતના ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા.
https://www.instagram.com/p/CJBm2w_AX9s/?utm_source=ig_web_copy_link
આ ખાસ પ્રસંગે અનિતાએ યલો કલરનું ગાઉન પહેર્યું હતું. જેની સાથે અભિનેત્રીએ લાઇટ મેકઅપ કર્યો છે. તે જ સમયે, તેનો પતિ રોહિત રેડ્ડી જીન્સ અને ગ્રે કલર પુલોવર પહેરેલો જોવા મળ્યો હતો.
https://www.instagram.com/p/CJBodhDDaYI/?utm_source=ig_web_copy_link
બેબી શાવર સેલિબ્રેશમાં અનિતાની સિરિયલ ‘યે હૈ મોહબ્બતેં’માં તેના પતિની ભૂમિકા નિભાવી ચુકેલ અભિનેતા કરણ પટેલ પણ તેની રિયલ વાઈફ અંકિતા ભાર્ગવ સાથે જોવા મળ્યો હતો. આ સિવાય અદિતિ ભલ્લા પણ આ ખાસ પ્રસંગે પહોંચી હતી.
https://www.instagram.com/p/CJBmrZWA9W6/?utm_source=ig_web_copy_link
આ પ્રસંગે અનિતાએ રોહિત સાથે કેક કટ કર્યું હતું, સાથે સાથે એકતા કપૂર અને બાકીના સ્ટાર્સ સાથેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
https://www.instagram.com/p/CJBv9CugS_t/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/CJBl2WYjdlA/?utm_source=ig_web_copy_link
અનિતાના બેબી શાવર સમારોહમાં પર્લ વી પુરી, ક્રિસ્ટલ ડિસોઝા અને સનાયા ઈરાની ઉપરાંત ઘણા સ્ટાર્સ શામેલ હતા. એકતા કપૂરે પણ આ પાર્ટીની થીમ ખૂબ જ ખાસ રાખી હતી.
https://www.instagram.com/p/CJBsNaVrtVE/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/CJBlj7yBWaI/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/tv/CJBqJzrAzze/?utm_source=ig_web_copy_link
અનિતાનો ડ્રેસ અને કેક પણ બંને યલો કલરના હતા. કેકની ડિઝાઇન વિશે વાત કરવામાં આવે તો, અર્ધ-ચંદ્રનો આકાર બનાવવામાં આવ્યો હતો, જેના પર એક નાનો બાળક સૂતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : વાજિદ ખાનની પત્નીનો મોટો ખુલાસો, કહ્યું – પતિએ આપી હતી છૂટાછેડાની ધમકી…
આ પણ વાંચો : મિથુન ચક્રવર્તીની મસૂરીમાં અચાનક તબિયત લથડી, ડોક્ટર્સ જોવા માટે પહોંચ્યા હોટલ
આ પણ વાંચો :ઉર્વશી રૌતેલાએ શેર કર્યા દેસી લુકમાં ફોટોઝ, તેની કાતિલ નજરના દીવાના થયા ચાહકો
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
