Not Set/ આલિયા ભટ્ટે કરી નવા પ્રોજેક્ટની જાહેરાત

મુંબઇ, આલિયા ભટ્ટે તેના જન્મદિવસે તેના સોશિઅલ મીડિયા પર એક નવા પ્રોજેકટની જાહેરાત કરી હતી. આલિયાએ પોતાનો 26મો જન્મદિવસ અંગત મિત્રો અને સ્વજનોની હાજરીમાં ઉજવ્યો હતો. આલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર  સમુદ્ર કિનારે બેઠેલી એક બાળકી અને તેના નાના શ્વાનનો વીડિયો શેર કરતા લખ્યું હતું કે એક નવો પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. આ સ્ટોરીનું નામ છે Girl […]

Trending Entertainment Videos

મુંબઇ,

આલિયા ભટ્ટે તેના જન્મદિવસે તેના સોશિઅલ મીડિયા પર એક નવા પ્રોજેકટની જાહેરાત કરી હતી. આલિયાએ પોતાનો 26મો જન્મદિવસ અંગત મિત્રો અને સ્વજનોની હાજરીમાં ઉજવ્યો હતો. આલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર  સમુદ્ર કિનારે બેઠેલી એક બાળકી અને તેના નાના શ્વાનનો વીડિયો શેર કરતા લખ્યું હતું કે એક નવો પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. આ સ્ટોરીનું નામ છે Girl And her Dog .

https://www.instagram.com/p/BvCHs-nHG1f/?utm_source=ig_embed

જોકે આ ક્લિપથી એ ખબર નથી પડતી કે આ ફિલ્મ છે કે પછી વેબ સીરીઝ અથવા તો કોઈ કાર્ટુન ફિલ્મ. આલિયાના જણાવ્યા મુજબ જ્યારે તે નાની હતી. ત્યારે રાત્રે સૂતી વખતે તેની મમ્મી તેને જે વાર્તાઓ કહેતી હતી તેની પર આ પ્રોજેક્ટ આધારિત છે.

આલિયાને તેના જન્મદિવસે તેના પ્રશંસકોથી માંડીને બોલિવૂડના મિત્રોએ શુભેચ્છા પાઠવી હતી. કંલકની સમગ્ર સ્ટારકાસ્ટે આલિયાને  જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.  તો રાઝીના આલિયાના કો સ્ટાર વિકી કૌશલે   આલિયાનો ફોટો શેર કરીને જન્મદિવસના અભિનંદન પાઠવ્યા હતા.

તો એક સમયની રણબીરની ગર્લફ્રેન્ડ કૈટરીનાએ  આલિયાને વ્હાલથી આલુ રહીને સતત સફળ રહેવાની શુભેચ્છા પાઠવી હતી.