Not Set/ સ્વ. ઇરફાન ખાનની ‘વિરાસત’ આગળ વધારશે દીકરો ‘બાબિલ ખાન’

ઇરાફન સાહેબ તમારા વારસાને આગળ વધારતા સન્માન અનુભવીએ છીએ. પહેલા તમારા જેવા લીજેન્ડરી સાથે કામ કરવું અને હવે બાબિલ સાથે.

Entertainment

વર્ષ 2015 ની ફિલ્મ પિકુમાં સ્વ. અભિનેતા ઇરફાન ખાન સાથે કામ કર્યા પછી, દિગ્દર્શક શૂજિત સરકાર અને નિર્માતા રોની લાહિરીએ દિગ્ગજ અભિનેતાનો વારસો આગળ વધારવાનો નિર્ણય લીધો છે. જેના માટે તેમણે ઇરફાન ખાનના પુત્ર બાબિલ ખાન સાથે હાથ મિલાવ્યા છે. આ સંદર્ભે, રોની લાહિરીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને પુષ્ટિ કરી છે. રોની લાહિરીએ કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેમાં તે શૂજિત સરકાર અને બાબિલ ખાન સાથે જોવા મળી રહ્યા છે.

તેમના પ્રોજેક્ટની એક ઝલક આપતા, તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને તેના આગામી પ્રોજેક્ટ અંગે ખુશી વ્યક્ત કરી છે. પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, “ઇરાફન સાહેબ તમારા વારસાને આગળ વધારતા સન્માન અનુભવીએ છીએ. પહેલા તમારા જેવા લીજેન્ડરી સાથે કામ કરવું અને હવે બાબિલ સાથે. જો આ પ્રોવિડન્સ નથી, તો  શું છે? “જો કે, હજી સુધી આ પ્રોજેક્ટ વિશે કોઈ વિગતો આપવામાં આવી નથી.

babil khan, irrfan khan, Irrfan khan son, piku, Ronnie Lahiri, Shoojit Sicrar, बाबिल खान, शूजीत सरकार, इरफान खान, babil khan movie, bollywood news, bollywood news in hindiપરંતુ, રોની લાહિરીની પોસ્ટ સ્પષ્ટ બતાવે છે કે તેઓ સ્વ.અભિનેતાના પુત્ર બાબિલ સાથે કામ કરવા માટે ખૂબ ઉત્સાહિત છે. વર્ષ 2020 બાબિલ માટે સરળ નહોતું. ગયા વર્ષે બાબિલે તેના પિતા ગુમાવ્યા હતા, જ્યારે બોલિવૂડે એક મહાન અભિનેતા ગુમાવ્યો હતો.

બાબિલ તેના પિતાની ખૂબ નજીક હતો. તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ તેના સ્વ. પિતા સાથેની તસ્વીરો અને પોસ્ટથી ભરેલુ પડ્યું છે. થોડા દિવસો પહેલા, તેણે તેની કેટલીક તસવીરો શેર કરી હતી અને તેની સાથે ભાવનાત્મક કેપ્શન પણ આપ્યું હતું, “હું ખૂબ મહેનત કરું છું, હું ઈચ્છું છું કે કદાચ તમે તેના સાક્ષી હોત.”