Entertainment News: ‘એકેડમી ઓફ મોશન પિક્સર આર્ટ્સ એન્ડ સાયન્સ’ દ્વારા આ વર્ષે ઓસ્કર એવોર્ડની વોટિંગ પેનલમાં દુનિયાભરમાંથી 529 નવા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વૈશ્વિક યાદીમાં બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર અને મ્યુઝિક કંપોઝર વિશાલ ભારદ્વાજ (Vishal Bhardwaj)સહિત ભારતના 6 પ્રખ્યાત કલાકારો-ટેકનિશિયનોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.
ઓસ્કર પેનલમાં સામેલ થયેલા વિશાલ ભારદ્વાજ (Vishal Bhardwaj) સહિત 5 ભારતીય ધુરંધરો:
વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ એવોર્ડ ‘ઓસ્કર’ (Oscars) તરફથી ભારત માટે ખૂબ જ ગર્વના સમાચાર સામે આવ્યા છે.આ વર્ષે ઓસ્કર એવોર્ડ (Oscar Award)ની વોટિંગ પેનલમાં જાણીતા ફિલ્મ મેકર અને મ્યુઝિક કંપોઝર વિશાલ ભારદ્વાજ સહિત અન્ય 5 ભારતિયોના નામ પણ સામે આવ્યા છે જેમા, દિગ્ગજ ફિલ્મ એડિટર જેમણે ‘RRR’, ‘શેરશાહ’, ‘સાથિયા’ અને ‘સ્કાય ફોર્સ’ જેવી ફિલ્મોનું એડિટિંગ કર્યું છે તેવા શ્રીકર પ્રસાદ, તારે ઝમીન પર (Taare Zameen Par)’, ‘કાઈ પો છે’ જેવી ફિલ્મો માટે કામ કર્યું તેવા પ્રખ્યાત ફિલ્મ એડિટર દીપા ભાટિયા, જાણીતા કોસ્ચ્યુમ ડિઝાઈનર એકા લખાની, કાસ્ટિંગ ડાયરેક્ટર દિલીપ શંકર અને ડિઝ્ની એનિમેટર અવનીત કૌરનો સમાવેશ થાય છે.
એકેડમીના સભ્યોની સંખ્યા 11,000ને પાર થશે
જો આ વર્ષે આમંત્રિત કરાયેલા તમામ 529 નવા સભ્યો આ નિમંત્રણનો સ્વીકાર કરી લેશે, તો ઓસ્કર એકેડમીના કુલ સભ્યોની સંખ્યા 11,000 થી વધુ થઈ જશે. જેમાંથી 10,000 કરતાં પણ વધારે સભ્યો આગામી ઓસ્કર એવોર્ડ્સની વોટિંગ પ્રક્રિયામાં ભાગ લેશે.
આ પણ વાંચો ઓસ્કરનો જાણો ઇતિહાસ અને ક્યારે અપાયો હતો સૌપ્રથમ એવોર્ડ
