Not Set/ હાઉસ પાર્ટીમાં રોમેન્ટિક કપલ મલાઇકા અને અર્જૂને સૌનું ધ્યાન ખેંચ્યું, કેમ…? જુઓ આ ફોટો

બોલિવૂડની ગલીઓમાં કંઈક એવું બન્યું કે વાતાવરણમાં જલવો જોવા મળ્યો. તમામ વિચારમાં પડી ગયા, ખરેખર, ગઈકાલે બોલિવૂડમાં રંગારંગ પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીને એક્ટ્રેસ અમૃતા અરોરાએ હોસ્ટ કરી હતી. અમૃતા અરોરાના ઘરે હાઉસ પાર્ટી હોસ્ટ કરવામાં આવી હતી, જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ઘણા મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો. આ પાર્ટીમાં જેમણે લાઇમલાઇટ લૂંટી હતી તે […]

Entertainment
mlai હાઉસ પાર્ટીમાં રોમેન્ટિક કપલ મલાઇકા અને અર્જૂને સૌનું ધ્યાન ખેંચ્યું, કેમ...? જુઓ આ ફોટો

બોલિવૂડની ગલીઓમાં કંઈક એવું બન્યું કે વાતાવરણમાં જલવો જોવા મળ્યો. તમામ વિચારમાં પડી ગયા, ખરેખર, ગઈકાલે બોલિવૂડમાં રંગારંગ પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીને એક્ટ્રેસ અમૃતા અરોરાએ હોસ્ટ કરી હતી. અમૃતા અરોરાના ઘરે હાઉસ પાર્ટી હોસ્ટ કરવામાં આવી હતી, જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ઘણા મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો. આ પાર્ટીમાં જેમણે લાઇમલાઇટ લૂંટી હતી તે બોલિવૂડનું લવેબલ કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર હતા.

[pic credit: Manav Manglani]

રાત્રે અભિનેત્રી અમૃતા અરોરાએ એક હાઉસ પાર્ટી હોસ્ટ કરી હતી. પાર્ટીમાં ઘણી હસ્તીઓ હાજર રહી હતી, પરંતુ આ પાર્ટીમાં દરેકનું ધ્યાન ફક્ત મલાઈકા અને અર્જુન પર હતું. જ્યારે મલાઈકા અરોરા રેડ શોર્ટ અને ટ્રેક જેકેટમાં ગ્લેમરસ દેખાઈ રહી હતી, તો અર્જુન કપૂર કેઝ્યુઅલ બ્લેક ટી-શર્ટમાં શાનદાર લાગ્યો હતો. હવે આ પાર્ટીનો ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

મલાઈકા અને અર્જુનનો ફોટો વાયરલ
ખરેખર આ ફોટામાં મલાઇકા, અર્જુન અને કરણ જોહર સાથે બેઠા જોવા મળે છે. તે તમામ એક સાથે બેઠા છે અને મલાઇકા અરોરાને પાછળથી અર્જુને પકડી રાખી હતી. મલાઇકાની થાઇ પર અર્જુન કપૂરનો હાથ જોવા મળી રહ્યો છે. આ ફોટામાં મલાઇકા અર્જુન કપૂરની નજરમાં ખોવાયેલી જોવા મળી રહી છે. કરણ જોહર કેઝ્યુઅલ બ્લેક ટી-શર્ટમાં પણ જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

 

બોલિવૂડના હોટ કપલ અર્જુન કપૂર અને મલાઇકા અરોરા ઘણીવાર ચર્ચામાં રહે છે. આ કપલ જ્યારે પાર્ટીમાં પહોંચ્યું ત્યારે તેને મીડિયા માટે પોઝ આપ્યો હતો. બંને આ પાર્ટીમાં એકદમ રોમેન્ટિક મૂડમાં હતા. તમને જણાવી દઈએ કે, મલાઇકાએ પાર્ટીમાં હાઈ સિલ્વર હીલ્સ અને રેડ કલરનો ટ્રેક સૂટ પહેર્યો હતો, જેમાં તેને ચાંદીનું વેસ્ટ પાઉચ પણ કેરી કર્યું હતુ.

પાર્ટીની વાત કરીએ તો અમૃતા અરોરા ઘણીવાર હાઉસ પાર્ટીને હોસ્ટ કરે છે. કરણ જોહર, નતાશા પૂનાવાલા, મનીષ મલ્હોત્રા અને કરિશ્મા કપૂર રાત્રે પાર્ટીમાં મહેમાન તરીકે જોવા મળ્યા હતા. તેની પાર્ટીના ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.