Not Set/ રાજકોટમાં યુવક પર હથિયાર વડે હુમલો કરી ચલાવાઈ લૂંટ

ગુજરાતમાં ચાર મોટા શહેરમાંના એક રાજકોટમાં યુપી – બિહાર જેવી લુંટફાટ અને હત્યાની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે, આજ પ્રકારે હવે શહેરમાં વધુ એક લૂંટનો બનાવ સામે આવ્યો છે.

Rajkot Gujarat
A 263 રાજકોટમાં યુવક પર હથિયાર વડે હુમલો કરી ચલાવાઈ લૂંટ

ગુજરાતમાં ચાર મોટા શહેરમાંના એક રાજકોટમાં યુપી – બિહાર જેવી લુંટફાટ અને હત્યાની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે, આજ પ્રકારે હવે શહેરમાં વધુ એક લૂંટનો બનાવ સામે આવ્યો છે. રાજકોટના રેલનગરમાં અજાણ્યા શખ્સોએ ઘાતકી હથિયારો સાથે એક યુવાન સાથે લૂંટ ચલાવી હતી, જેમાં લુંટારાઓએ યુવાનની સોનાની ઘડિયાળ અને સોનાના કડાની લૂંટની કરી હતી.

પ્રાપ્ત અહેવાલો મુજબ, પીડિત યુવક મોરબીમાં આવેલી એ ટુ ઝેડ એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરે છે અને તે કોઠારીયા ગામે રહે છે. આ સમયે તેઓ રાત્રે નવેક વાગ્યે નોકરીમાંથી ઘરે પરત ફરી રહ્યાં હતા. ત્યારે ચાલીને રેલવેના પાટા ઓળંગતી વખતે લૂંટારું ટોળકી આવી હતી અને છરીનો ઘા મારી લૂંટ ચલાવી ફરાર થઈ ગઈ હતી.

આ પણ વાંચો :કોરોનાના સંક્રમણ વચ્ચે ભાજપના કાર્યકર ભૂલ્યા નિયમો, ભીડ એકઠી કરી સોશિયલ ડિસ્ટન્સના ઉડાવ્યા

આ સમયે યુવાન ઈજાગ્રસ્ત પણ થયો હતો અને ત્યારબાદ યુવાનને તત્કાલ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બીજી બાજુ આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :અમદાવાદના IIMમાં કોરોના વિસ્ફોટ, નોંધાયા 22 પોઝિટીવ કેસ

આ પહેલા બુધવારે જ શહેરના લીંબુડીવાડી જેવા પોશ વિસ્તારમાં મહિલાના ગળામાંથી ચેઇનની ચીલઝડપ કરવાનો પ્રયાસ થયો હતો. ત્યારે ગત રાત્રે માલધારી ફાટક પાસે ચારેક શખ્સોએ એક મિકેનિકલ એન્જિનિયરને છાતીમાં છરીનો ઘા ઝીંકી 39 હજારનો મોબાઇલ ફોન અને રોકડ ભરેલા પાકીટની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે હતી.રાજકોટમાં દિવસે ને દિવસે વધી રહેલી આ પ્રકારની ઘટનાઓ પરથી સાબિત થાય છે કે, શહેરમાં પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ નીવડી રહ્યું છે અને ગુંડા તત્વોને જાણે ખાખી વર્ધીનો કોઈ કહૂફ રહ્યો નથી.

આ પણ વાંચો :CM રૂપાણીએ કરી ‘ભવિષ્યવાણી’, આગામી એક સપ્તાહ સુધી કોરોના કેસમાં થશે વધારો