રેસીપી/ આ રક્ષાબંધન પર તમારા ભાઈ માટે બનાવો સ્વાદિષ્ટ બાસુંદી

રક્ષાબંધનને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આ તહેવાર પર દરેક બહેન પોતાના ભાઈ માટે અલગ અલગ સ્વાદિષ્ટ મીઠાઈઓ બનાવતી હોય છે.

Food Lifestyle
બાસુંદી

રક્ષાબંધનને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આ તહેવાર પર દરેક બહેન પોતાના ભાઈ માટે અલગ અલગ સ્વાદિષ્ટ મીઠાઈઓ બનાવતી હોય છે. તો આવામાં આ ભાઈ બહેનના પાવન પર્વ પર તમારા જ રસોડામાં રહેલી વસ્તુઓથી તમે ઘરે જ સરળતાથી અને ફટાફટ બનાવી શકો છો આ સ્વાદિષ્ટ બાસુંદી તો આવો જાણીએ રેસીપી…

સામગ્રી

દૂધ – 2 લિટર

બદામ – 1 કપ

કાજુ – 1 કપ

પિસ્તા – 1 કપ

ખાંડ – 5 ચમચી

કેસર – 1 ચમચી

જાયફળ – 2 ચમચી

એલચી પાવડર – 1 ચમચી

ચિરોંજી – 2 ચમચી

ગુલાબના ફૂલો – 1 કપ

બાસુંદી બનાવવાની રીત

  1. સૌથી પહેલા એક વાસણમાં દૂધ અને કેસર લ્યો.
  2. પછી દૂધને ધીમી આંચ પર 15 મિનિટ સુધી પકાવો.
  3. જ્યારે દૂધ અડધુ થઈ જાય અને મલાઈ આવવા લાગે તો તેમાં ઈલાયચી પાવડર, ચિરોંજી, ખાંડ, ગુલાબના ફૂલ અને જાયફળ નાખો.
  4. આ પછી તેને સારી રીતે પકાવો. મિશ્રણને 20 મિનિટ સુધી પકાવો.
  5. પછી તેમાં ખાંડ ઉમેરો. ખાંડને સારી રીતે ઓગળવા દો.
  6. ખાંડ ઓગળી જાય પછી તેની ઉપર બદામ, પિસ્તા અને કાજુ નાખો.
  7. કાજુ, બદામ, પિસ્તા નાખ્યા પછી ગેસ બંધ કરી દો.
  8. તમારી બાસુંદી તૈયાર છે. ગરમાગરમ સર્વ કરો.
  9. જો તમારે ઠંડી બાસુંદીની મજા લેવી હોય તો તેને થોડી વાર માટે ફ્રીજમાં રાખો.

આ પણ વાંચો:જો તમે વારંવાર થાકી જતા હોય તો થઈ જાઓ સાવધાન

આ પણ વાંચો:બદલાતી ઋતુમાં પેટ ખરાબ થઈ રહ્યું છે તો અપનાવો દાદીમાના આ સરળ નુસખા

આ પણ વાંચો:જો તમે દરરોજ મનપસંદ પીણું પીશો તો જતી રહેશે તમારી આંખોની રોશની!