Not Set/ video: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું તાંડવ યથાવત

દક્ષિણ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું તાંડવ યથાવત છે. ત્યારે નવસારીના વાંસદા તાલુકાનો કેલિયા ડેમ ઓવરફ્લો થયો હતો. કેલિયા ડેમ 113.45 મીટરે ઓવરફ્લો થતા 10 ગામોને એલર્ટ કરાયા હતા. ડેમ પ્રભાવિત ગામોના લોકોને નદી કિનારે ન જવાની સૂચના અપાઈ હતી. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને પણ સતર્ક રહેવા સુચના આપી હતી. ત્યારે નવસારી સહિત પોરબંદરમાં […]

Top Stories Gujarat Trending Videos
rain 15 video: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું તાંડવ યથાવત

દક્ષિણ ગુજરાત,

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું તાંડવ યથાવત છે. ત્યારે નવસારીના વાંસદા તાલુકાનો કેલિયા ડેમ ઓવરફ્લો થયો હતો. કેલિયા ડેમ 113.45 મીટરે ઓવરફ્લો થતા 10 ગામોને એલર્ટ કરાયા હતા. ડેમ પ્રભાવિત ગામોના લોકોને નદી કિનારે ન જવાની સૂચના અપાઈ હતી.

જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને પણ સતર્ક રહેવા સુચના આપી હતી. ત્યારે નવસારી સહિત પોરબંદરમાં ધોધમાર વરસાદ થયો હતો. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદનો પ્રારંભ થયો હતો. પોરબંદર સહિત અમરેલીના જાફરાબાદમા મેઘો અનરાધાર થયો. જાફરાબાદના મોટા બારમણ નજીક શામળીયા ડેમ ઓવરફ્લો થયો.

ત્યારે શામળિયા ડેમના ૩ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને નીચાણ વાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા હતા. ત્યારે વેરાવળના સોમનાથ શહેરમાં મેઘરાજાએ પાલિકાના પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખોલી હતી. શહેરની રેયોન હાઉસિંગ સોસાયટીના 150 રહેણાંક મકાનોમાં ગોઠણ ડૂબ ગટરના પાણી ઘુસી જતા રહેવાસીઓ ત્રસ્ત થયા હતા.

હાઉસિંગ સોસાયટીમાં રહેતા 150 પરિવારોના 500 લોકો પરેશાનીમાં મુકાયા હતા. પાલિકાની પ્રિ-મોન્સુનની કામગીરી માત્ર કાગળ પર થતી હોવાની પ્રતીતિ જોવા મળી રહી છે.