ચીનમાં કોરોનાવાયરસના કારણે અત્યાર સુધીમાં કુલ 426 લોકોના મોત નીપજ્યાં છે અને આ વાયરસનના કારણે હજુ પણ અનેક લોકો પીડાય રહ્યા છે. એટલું જ નહીં આ વાયરસ અનેક દેશોમાં પણ ફેલાયો છે. ત્યારે આ કોરોનાએ દેશના ગુજરાત પણ દસ્તક આપી છે. મહેસાણા અને બનાસકાંઠા બાદ હવે વધુ એક શંકાસ્પદ કેસ અમદાવાદથી સામે આવ્યો છે.
જણાવી દઈએ કે બોપલ આંબલીના રહેવાસી એક મહિલા દર્દીને મંગળવારે સાંજે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં 28 વર્ષિય મહિલાને કોરોનાવાયરસના શંકાસ્પદ લક્ષણોને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા છે. આ મહિલા દર્દી થાઇલેન્ડથી મુસાફરી કરીને આવ્યા છે અને કોરોનાવાયરસના લક્ષણો જણાઈ રહ્યા છે.
આ મહિલા દર્દીનો રિપોર્ટ બુધવાર સુધીમાં આવે તેવી શક્યતા છે. આપને જણાવી દઈએ કે ગુજરાતમાં ગઇકાલે અન્ય ત્રણ લોકોના કોરોનાવાયરસનાં કેસ નેગેટીવ આવ્યાં હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.