Not Set/ કોરોનાના કેરમાં સામે આવ્યા શંકરબાપુ, દર્દીઓની સારવાર માટે કહી દીધી આ મોટી વાત

ગુજરાતમાં કોરોના વાયરસે ભારે કહેર મચાવ્યો છે અને હવે રાજ્યમાં સ્થિતિ એવી બની છે કે, ગુજરાતમાં દરરોજ ૬૦૦૦થી પણ વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે.

Top Stories Ahmedabad Gujarat
A 160 કોરોનાના કેરમાં સામે આવ્યા શંકરબાપુ, દર્દીઓની સારવાર માટે કહી દીધી આ મોટી વાત

ગુજરાતમાં કોરોના વાયરસે ભારે કહેર મચાવ્યો છે અને હવે રાજ્યમાં સ્થિતિ એવી બની છે કે, ગુજરાતમાં દરરોજ 6000 થી પણ વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. આ સ્થિતિમાં હવે રાજ્યમાં મોટા ભાગના મહાનગર અને જિલ્લાઓમાં સારવાર માટે બેડ પણ ખૂટી પડ્યા છે, ત્યારે હવે આ સ્થિતિ જોઇને રાજ્યના પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા સામે આવ્યા છે.

શંકરસિંહ વાઘેલાએ રાજ્યમાં બનેલી કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને જોતા માનવતાભર્યું એક પગલું ભરતા આગળ આવ્યા છે અને તેઓએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખી સેવા માટે પ્રસ્તાવ મુક્યો છે. આ પત્રમાં શંકરબાપુએ તેમની કોલેજના 2 સ્થળોને કોવિડ સેવામાં આપવા રજૂઆત કરી છે.

આ પણ વાંચો : સુરતમાં 24 કલાક સળગતી ચિતાઓથી સ્મશાનની ગ્રીલ પણ પિંગળી ગઇ તોંયે બધુ ” ALL IS WELL”  

આ મામલે શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, “મારી કોલેજના 2 ઈમારતોને કોવિડ કેર સેન્ટર બનાવી શકો છો. સાથે જ આર્થિક નબળા લોકોને ફાઉન્ડેશન મદદ કરશે.

તેઓએ આ મામલે જણાવ્યું કે, હાલની કોરોનાની ભયંકર થતી સ્થિતિમાં આક્ષેપ કે પ્રતિઆક્ષેપનો અવકાશ ન હોવો જોઈએ અને ગુજરાતભરમાં રાજ્ય સરકારે યુધ્ધના ઘોરણે કામ કરી જીલ્લાથી લઈ તાલુકા સ્તરે ગ્રામ્ય સ્તર સુધી રેમડીસીવર ઈન્જેકશન તેમજ બેડની વ્યવસ્થા કરવી જોઈએ.

20210413 100314 કોરોનાના કેરમાં સામે આવ્યા શંકરબાપુ, દર્દીઓની સારવાર માટે કહી દીધી આ મોટી વાત

આ પણ વાંચો :અમદાવાદ:કલેકટર કચેરીમાં કોરોના વિસ્ફોટ , 18 કોરોનાના કેસો આવતા ફેલાયો ફફડાટ

કોરોના સંક્રમણ અટકાવવા સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ વિસ્તારોની ખાનગી ઑફિસોમાં પણ એક સમયે 50 ટકાથી વધુ કર્મચારીઓ હાજર રહી શકશે નહિ. કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે ખાનગી ઑફિસોએ પણ તેમના કર્મચારીઓને એકાંતરે હાજર રહેવાની સૂચના આપવી પડશે.

તો એપ્રિલ અને મે મહિના દરમિયાન ધર્મસ્થાનકોને બંધ રાખવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દરેક ધર્મના વડાઓને અનુરોધ કર્યો. આ સાથે જ દરેક ધર્મના તહેવારોની જાહેર ઉજવણી પર એપ્રિલ અને મે મહિના માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. લોકો આસ્થા મુજબ ઘરમાં જ તહેવારોની ઉજવણી કરે તેમ મુખ્યમંત્રીએ અપીલ કરી છે.

આ પણ વાંચો :મહેસાણામાં કોરોનાએ આતંક મચાવ્યો,  નવા 150 કેસ આવતા ખળભળાટ ફેલાયો  

તો લગ્ન સમારોહ કે પછી ખુલ્લી જગ્યામાં કોઈપણ કારણોસર 50 થી વધુ લોકો એકત્રિત થઈ શકશે નહિ.આ નિયમ ૧૪મી એપ્રિલથી આ નિયમ લાગુ પડશે. રાત્રિ કરફ્યુ દરમિયાન લગ્ન સમારોહ યોજી શકાશે નહિ. મૃત્યુના કિસ્સામાં અંતિમ ક્રિયામાં પણ ૫૦થી વધારે વ્યક્તિને એકત્રિત કરી શકાશે નહિ. જાહેરમાં રાજકીય, સામાજિક, ધાર્મિક કાર્યક્રમો યોજવા, સત્કાર સમારોહ યોજવા કે અન્ય મેળાવડાઓ યોજવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

રાજ્યમાં ગઈકાલે 2854 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 30,000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 30680 પર પહોંચ્યો છે. જેમાંથી 216 લોકો વેન્ટિલેટર પર અને 30464 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.95 ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે.